Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે અને કાલના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કર્યું

  • August 26, 2024 

અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદ ધુઆંધાર બેટિંગ કરી રહ્યો છે. હવામાન વિભાગે સાતમ, આઠમ અને નોમના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું એલર્ટ જાહેર કર્યું છે. અનરાધાર વરસાદના લીધે કેટલાક જિલ્લાની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબાકાર અને નુકસાનને ધ્યાને લેતાં મુખ્યમંત્રીએ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા તાકીદ કરવા અપીલ કરી છે. ગુજરાતની જનતાને પણ આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.


ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન ખોરવાઈ ગયું છે. તેમાંય સાત જિલ્લામાં વરસાદથી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે વાતચીત કરી સ્થિતિની ગંભીરતાનો તાગ મેળવ્યો છે. સૌરાષ્ટ્રના ભાગનગર, સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે પણ વાત કરી જરૂરી પગલાં લેવા નિર્દેશ કર્યો છે. બીજી બાજુ ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદને લીધે જનજીવનને નડી રહેલી અડચણો અને તારાજી ન સર્જાય તેવા માટે જરૂરી પગલાં લેવા ત્યાંના કલેક્ટરનો સંપર્ક સાધ્યો છે. વધુમાં પશુધનની પણ સલામતી અને રક્ષણની વ્યવસ્થા કરવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application