દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી ગઈ છે. આ દરમિયાન દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે કરેલી કોરોના કામગીરીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. કોરોના સામે યુપીના સીએમ દ્વારા ભરવામાં આવેલા પગલાઓ ઓસ્ટ્રેલિયન સાંસદને એટલા ગમી ગયા કે તેમણે ઓસ્ટ્રેલિયાની મદદ માટે સીએમ યોગીને જ માંગી લીધા હતા. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કૈલીએ ટ્વીટ કરીને યોગીને બિરદાવ્યા હતા. ક્રેગ કૈલીએ લખ્યું, ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશ... શું એવો કોઈ રસ્તો છે કે જેના વડે તેઓ અમને થોડા દિવસ માટે પોતાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આપી શકે અને તેઓ અમને આઈવરમેક્ટિન (દવા)ની તંગીમાંથી બહાર કાઢે. તેના કારણે અમારા રાજ્યમાં નિરાશાજનક સ્થિતિ સર્જાઈ છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ કોરોનાના કહેરનો સામનો કરી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં ત્યાં કોરોનાના 31,000 કેસ નોંધાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application