Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેજરીવાલ સરકારે દારૂબંધીની છૂટ આપી કરોડો યુવાનોને નશાનો શિકાર બનાવ્યો :-કૌશલ કિશોર

  • August 30, 2022 

સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી,લોકસભા કાર્યક્રમ અંતર્ગત દિલ્હીથી સુરત પધારેલ રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે ૨૩-બારડોલી લોકસભા બેઠક મામલે મિટિંગ યોજી હતી. પ્રાપ્ત વિગત મુજબ સુરત જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય બારડોલી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૨૩-બારડોલી લોકસભા બેઠક મામલે મિટિંગ યોજાઇ હતી.આ મિટિંગમાં દિલ્હીથી સુરત પધારેલ રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરજીએ જણાવ્યું હતું કે, મને ૨૩-બારડોલી લોકસભા સીટમાં સમાવિષ્ટ વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવેલ છે.આ લોકસભા ક્ષેત્રની કુલ ૭ વિધાનસભાઓ પૈકી ૪ વિધાનસભા બેઠક ઉપર ભાજપે જીત હાંસલ કરેલ છે.પરંતુ હવે બાકીની ૩ વિધાનસભાઓ પણ આપણે જીતવાની જ છે.




તેમણે વધુ કહ્યું હતું કે,વર્ષ ૨૦૧૪ માં અબકી બાર મોદી સરકાર ની હાકલને પગલે આપ સૌના પ્રયાસ થકી ભાજપે કેન્દ્રમાં બહુમતી સાથે સરકાર બનાવી હતી.એ જ રીતે સને-૨૦૧૯ માં પણ સરકાર બનાવી હતી.જેથી હવે સને-૨૦૨૨ માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ અબકી બાર દોઢસો કે પાર ના નારા સાથે આપણે ગુજરાત રાજયમાં ભાજપની સરકાર ફરી બનાવવાની છે.તેમણે દારૂબંધીની છૂટ મામલે દિલ્હીની કેજરીવાલ સરકાર ઉપર પ્રહાર કરતા વધુ કહ્યું કે,દિલ્હી સરકારે દારૂબંધીની છૂટ આપીને કરોડો યુવાનોને નશાનો શિકાર બનાવ્યો છે.જેનો આપણે બહિષ્કાર કરવો પડશે. આપણે વોટસએપ,ટવીટર, મેસેન્જર ઉપર ગુડનાઈટ સાથે નશામુકત સરકારનો પ્રચાર કરવો પડશે.





તેમણે વધુ કહ્યું કે,દેશના વડાપ્રધાન મોદીજીની સરકારે ઔદ્યોગિક ઉર્જા,ખેડૂતો,પાણી, સોલાર સિસ્ટમથી સૌનો સાથ- સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ' સાથે ભારત દેશને વિશ્વગુરૂના શિખરે કરેલ સંકલ્પને સાકાર કરવા માટે સને-૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં પણ ૩૫૦ થી વધુ સીટ હાંસલ કરવા જયારે ભાજ૫ પાર્ટી કટ્ટીબધ્ધ બની છે, ત્યારે બાર બાર બીજેપી સરકાર' ના નારા સાથે આપણે આગળ વધવું પડશે. આ મિટિંગમાં સુ.જિ.પં. પ્રમુખ ભાવેશ પટેલ,જિલ્લા ભાજપ પ્રભારી ભરત રાઠોડ, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લાના ધારાસભ્યો પૈકી ગણપતસિંહ વસાવા,ઈશ્વર પરમાર,તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીત અને મહેન્દ્ર પટેલ,મહામંત્રીઓ પૈકી દિપક વસાવા,યોગેશભાઈ પટેલ પ્રદેશ મિડ્યા વિભાગ સદસ્ય તેજસ વશી ,હાજર રહ્યા હતા.જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી મહામંત્રી જગદીશ પારેખે કરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application