સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી. આ અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો. પોલીસ દળ અને વહીવટી તંત્રને અભિનંદન પણ પાઠવ્યા હતા. પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા દળો તથા તેના અધિકારીઓ અને તેની સાથે રહેલા તમામ સહાયક અને રથયાત્રામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનારા દરેકનો મુખ્યમંત્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
happy birthday
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪પમી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
happy birthday
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રથયાત્રા સમયે દર વખતે પ્રભુની પહિંદવિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. જો કે આ વખતે ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ થતા તેઓ પહિંદવિધિ કરી શકશે કે કેમ તે અંગે સવાલો હતા. જો કે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ પહિંદવિધિ કરશે તે નક્કી થઇ ગયું હતું. જો કે સીએમનાં આગામી ત્રણ દિવસના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવાયા છે. તેઓ આગામી ત્રણ દિવસ સુધી સંપુર્ણ આરામ કરશે.
happy birthday
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500