સમગ્ર વર્લ્ડકપ 2023 દરમિયાન ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટીમે દરેક મેચમાં વિરોધી ટીમના બેટ્સમેનોને ખૂબ હંફાવ્યા હતા. ખાસ કરીને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. સ્પિનર્સ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પણ પાછળ છોડ્યા હતા. મોહમ્મદ સિરાજે પણ આ ફાઈનલ પહેલા 10 મેચમાં 13 વિકેટ લીધી હતી. આ કારણે હવે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપનો 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય ટીમ હવે ODI વર્લ્ડકપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારી ટીમ બની ગઈ છે. ભારતે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. કાંગારૂ ટીમે અગાઉ 2003 અને 2007માં સૌથી વધુ વિકેટ લીધી હતી. હવે ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં ત્રણ વિકેટ લઈને નંબર 1 બની ગઈ છે. ફાઈનલમાં પણ ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને શરૂઆતી આંચકા આપ્યા છે.
ODI વર્લ્ડકપની એક આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ
- ભારત- 98 વિકેટ, 2023 (અત્યાર સુધી)
- ઓસ્ટ્રેલિયા- 97 વિકેટ, 2007
- ઓસ્ટ્રેલિયા- 96 વિકેટ, 2003
- ઈંગ્લેન્ડ- 90 વિકેટ, 2019
- સાઉથ આફ્રિકા- 88 વિકેટ, 2023
- બોલરનું વર્લ્ડકપમાં પ્રદર્શન
જો આપણે અત્યાર સુધીની વાત કરીએ તો મોહમ્મદ શમી 24 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. જ્યારે જસપ્રીત બુમરાહે 20 અને મોહમ્મદ સિરાજે 13 વિકેટ ઝડપી છે. સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજાએ 16 વિકેટ પોતાના નામે કરી છે. કુલદીપ યાદવે અત્યાર સુધીમાં 15 વિકેટ ઝડપી છે. એટલે કે આ પાંચ બોલરોએ જ 88 વિકેટ લીધી છે. આ સિવાય પ્રથમ ચાર મેચ રમનાર હાર્દિક પંડ્યાએ પણ કેટલીક વિકેટો લીધી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ 1-1 વિકેટ લીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500