Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય રેલવે બોર્ડે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ અથવા ઘાયલ થવા પર આપવામાં આવતી વળતરની રકમમાં કર્યો 10 ગણો વધારો

  • September 22, 2023 

ભારતીય રેલવે બોર્ડે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ અથવા ઘાયલ થવા પર આપવામાં આવતી વળતરની રકમમાં 10 ગણો વધારો કર્યો છે. આ રકમ છેલ્લે 2012 અને 2013માં વધારવામાં આવી હતી. રેલવે બોર્ડના સર્કયુલર અનુસાર ટ્રેન અને માનવયુકત લેવલ ક્રોસિંગ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને હવે 5 લાખ રૂપિયા મળશે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા મળશે. સામાન્ય ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. અગાઉ આ રકમ 50 હાજર રૂપિયા 25 હજાર રૂપિયા અને 5 હજાર રૂપિયા હતી.



સર્કયુલરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇ પણ અપ્રિય ઘટનામાં મૃત્યુ પામેલા, ગંભીર રીતે ઘાયલ થયેલા અને સામાન્ય રીતે ઘાયલ થયેલાઓને અનુક્રમે 1.5 લાખ રૂપિયા, 50 હજાર રૂપિયા અને 5 હજાર રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી આ રકમ 50 હજાર રૂપિયા, 25 હજાર રૂપિયા અને 5 હજાર રૂપિયા હતી. અપ્રિય ઘટનાઓમાં આતંકવાદી હુમલા, હિંસક હુમલા અને ટ્રેનમાં લૂંટ જેવા અપરાધ સામેલ છે. બોર્ડે જણાવ્યું છે કે, હવે ટ્રેન દુર્ઘટનાઓ અને અપ્રિય ઘટનાઓમાં મૃત્યુ અને ઘાયલ યાત્રીઓના પરિવારજનોને આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 18 સપ્ટેમ્બરના પરિપત્ર અનુસાર સડક ઉપયોગકર્તાઓ માટે પણ વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.



ખાસ કરીને એવા લોકો કે જે રેલવે ફાટક દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે. આ નવો નિયમ તારીખ 18 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. ટ્રેન દુર્ઘટનાઓના કેસમાં 30 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેનારા ગંભીર રીતે ઘાયલ થયેલ લોકો માટે વધારાની વળતરની જાહેરાત કરવામાં આવી છે. પ્રત્યેક 10 દિવસનો સમય અથવા રજા સમાપ્ત થવા પર પ્રતિ દિવસ 3 હજાર રૂપિયા આપવામાં આવશે. ગંભીર ઇજાના કેસમાં છ મહિના સુધી પ્રતિ દિવસ 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયા પછી આગામી પાંચ મહિના અથવા રજાની તારીખ જે પણ પહેલા હોય દસ દિવસના સમયગાળાના અંતમાં 750 રૂપિયા આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application