ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ પર મોટી કાર્યવાહી કરતાં તેના અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા. IT વિભાગે કંપનીની ઓડિશા અને ઝારખંડમાં આવેલ ઓફિસમાં કાર્યવાહી કરી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે કરચોરીની શંકાના આધારે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. આ દરોડા દરમ્યાન વિભાગને એટલી નોટો મળી હતી કે, તેને ગણતા-ગણતા મશીન પણ ઠપ થઈ ગયું હતું. આ દરોડા દરમ્યાન આઈડી વિભાગને 50 કરોડથી વધારે રોકડ રકમ મળી આવી હતી. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના આ દરોડામાં CISFના જવાનોની મદદ લેવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગના સુત્રોના કહેવા પ્રમાણે, બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના ઝારખંડ અને ઓડિશામાં આવેલ કેટલાક ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
તેના રડાર પર ઓડિશાના બલંગીર અને સંબલપુરમાં આવેલ ઓફિસ છે. જ્યા ઝારખંડના રાચી અને લોહરદગામાં પણ આઈટી વિભાગની તપાસ ચાલી રહી છે. જયારે ગતરોજ પુરી કરવામાં આવેલી નોટોની ગણતરીમાં 50 કરોડની કેશ બરામત કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મહત્વની વાત એ છે કે, કંપનીના ઠેકાણા પર એટલા મોટા પ્રમાણમાં કેશ મળી હતી કે, જેને ગણતા ગણતા નોટ ગણવાનું મશીન પણ ખરાબ થઈ ગયું હતું. આવકવેરા વિભાગે કરચોરીની શંકાના આધારે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. આ સાથે જ ઓફિસમાંથી એટલા મોટા પ્રમાણમાં કેસ મળી આવી હતી. જોકે તેમા હજુ સુધી નક્કી નથી થઈ શક્યુ કે ખરેખર ટેક્સ ચોરી થઈ છે નહીં. પરંતુ હાલમાં નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યુ છે, અને તે પુરુ થયા બાદ જ ટેક્સ ચોરીની સાચી રકમ વિશે જાણી શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500