ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ સૂર્ય મિશન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે, ISROની ટીમે લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. આપણે પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ કરવાનું છે. સૂર્યનો અભ્યાસ કરવા માટે, 'આદિત્ય-L1' મિશન તારીખ 2 સપ્ટેમ્બરે રાત્રે 11:50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન દ્વારા ISRO એક વેધશાળા મોકલી રહ્યું છે, જે સૂર્યનો અભ્યાસ કરશે. આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન હશે. આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના કોરોનાના દૂરસ્થ અવલોકનો માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો વાસ્તવિક અભ્યાસ કરવા માટે બનાવાયો છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ-1 (L1) સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. લેગ્રાંગિયન પોઈન્ટ-1એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application