કોરોના મહામારીના કપરાકાળમાંથી ઝડપથી ઉબરીને હવે મોંઘવારી સામે પણ મક્કમ લડત આપીને ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મજબૂત અને સૌથી ઝડપથી અર્થવ્યવસ્થા તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા સજ્જ છે તેમ વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે તાજેતરનાં રિપોર્ટમાં જણાવ્યું છે. IMFએ ભારતનો રિટેલ ફુગાવો 2024માં 4.9 ટકા અને 2025માં 4.4 ટકા રહેવાની ધારણા કરી છે. IMFએ નાંણાંકીય વર્ષ 2023-24 માટે ભારતનાં GDP વૃદ્ધિ અનુમાનમાં 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને તે નવા વર્ષે 5.9 ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે, જે અગાઉ 6.1 ટકા હતો. વૃદ્ધિદરનાં લક્ષ્યાંકમાં ઘટાડો કર્યા અને રિઝર્વ બેંક કરતા પણ ઓછો અંદાજ મુક્યા છતા IMFએ કહ્યું કે, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા જ રહેશે.
RBIનાં જણાવ્યા અનુસાર 2022-23માં વૃદ્ધિ દર સાત ટકા અને ચાલુ નાણાકીય વર્ષમાં 6.4 ટકા રહી શકે છે. સામે પક્ષે વિશ્વ બેંકના અનુમાન મુજબ 2023–24માં ભારતની અર્થવ્યવસ્થા 6.3 ટકાનાં દરે, એશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર 6.4 ટકાના દરે વધશે. તારીખ 11 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા IMFના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં 2024-25 માટે ભારતના વિકાસ અનુમાનને 50 બેસિસ પોઈન્ટથી ઘટાડીને 6.3 ટકા કર્યો છે.
IMFએ ભારતનો રિટેલ ફુગાવો 2024 4.9 ટકા અને 2025માં 4.4 ટકા રહેવાની ધારણા મુકી છે. IMFએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ અંદાજ 10 બીપીએસ ઘટાડીને 2023માં 2.8 ટકા અને 2024માં 3 ટકાના દરે વૃદ્ધિ પામશે તેમ જણાવ્યું છે. ગ્લોબલ ઈન્ફલેશન 2022ના 8.7 ટકાથી ઘટીને આ વર્ષે 7 ટકા અને 2024માં 4.9 ટકા થઈ શકે છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન 2023માં 5.2 ટકા અને 2024માં 4.5 ટકા વધવાની ધારણા સાથે ચીનનું વૃદ્ધિ અનુમાન યથાવત રાખ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500