Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

IMFએ G-20 બેઠકમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગે ચિંતા વધારનારૂ નિવેદન આપ્યું

  • November 15, 2022 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ G-20 બેઠક અગાઉ વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગે ચિંતા વધારનારૂ નિવેદન આપ્યું છે. IMFએ જણાવ્યું છે કે, વિશ્વની અર્થવ્યવસ્થા નબળી પડતી દેખાઇ રહી છે. IMFએ વધુમાં જણાવ્યું છે જ્યાં ગયા મહિને જે અંદાજ હતો, તેનાથી પણ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. IMFનાં જણાવ્યા અનુસાર કેટલાક મહિનાઓનાં પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સમાં આ વાત સામે આવી છે. IMFનાં જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વનાં અર્થતંત્રોએ નાંણાકીય નીતિઓ કડક બનાવી છતાં મોંઘવારી સતત વધી રહી છે. પોતાના અંદાજમાં IMFએ જણાવ્યું છે કે, ચીનનાં અર્થતંત્રમાં મંદી જોવા મળી છે અને સપ્લાય ચેઇન પર અસર થઇ છે.


આ ઉપરાંત રશિયા અને યુક્રેનનાં યુદ્ધને પગલે વિશ્વમાં ખાદ્યાન્નનાં પુરાવઠા પર અસર જોવા મળી છે. જેના કારણે એવી સ્થિતિ બની છે કે, વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને વૈશ્વિક સંસ્થાએ 2023માં વિશ્વનાં આર્થિક વિકાસના અંદાજને 2.9 ટકાથી ઘટાડીને 2.7  ટકા કરવાની જાહેરાત કરી હતી. G-20 લીડર્સ સમિટ પહેલા એક બ્લોગમાં IMFએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્ર અંગે જે સંકેત મળી રહ્યાં છે તે મંદી દર્શાવી રહ્યાં છે. વિશેષ સ્વરૂપે યુરોપમાં મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. જેની અસર વિશ્વનાં અન્ય ભાગોમાં પણ જોવા મળશે.

IMFનાં જણાવ્યા અનુસાર, મેન્યુફેકચરિંગ અને સર્વિસીસ એક્ટિવિટી નબળી પડી રહી છે. વિશ્વનાં મોટા 20 અર્થતંત્રોમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ મોંઘવારી વધી છે તો બીજી તરફ માગ અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્ર સામે જે સંકટ છે તે ચિંતા વધારનારૂ છે. જેના પરથી લાગી રહ્યું છે કે, આગામી સમય પણ પડકારજનક રહેશે. યુરોપમાં ઉર્જાના સંકટથી પણ વિકાસમાં ઘટાડો થયો છે અને મોંઘવારી વધી છે. આવી જ રીતે મોંઘવારી વધતી રહેશે તો સમગ્ર વિશ્વમાં પોલિસી રેટમાં વધારો થશે અને આનાથી આર્થિક સ્થિતિ મુશ્કેલ બની શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application