Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી

  • October 10, 2024 

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. સવારથી સુરત પાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફાફડા અને જલેબીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી નમુના લેવાનું શરુ કરાયું છે. ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તેનું લેબમાં પરીક્ષણ કરાશે.


જો કોઈ સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ જાય તો તેની સામે કાર્યવાહી કરાશે. ખાણીપીણીના શોખીન સુરતીઓ દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જતા હોય છે. આ દિવસે ફાફડા અને જલેબીને વેચાણમાં ભારે ઉછાળો આવે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીની ભારે ડિમાન્ડ હોવાથી ફરસાણ વેચાણ કરનારા વેપારીઓની દુકાન પર લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીના વેચાણમાં તેજી હોવાથી ફરસાણ બનાવનારા સાથે-સાથે ફાફડા જલેબીનું વેચાણ કરે છે.


મોટી સંખ્યામાં ફાફડા-જલેબીનો ઓર્ડર હોવાથી દશેરાના આગલા દિવસથી જ વેપારીઓ ફાફડા બનાવવાની કામગીરી શરૂ કરી દે છે. દશેરાના દિવસે લોકો જે ફાફડા અને જલેબી ખાય છે તે આરોગ્યપ્રદ છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફાફડા અને જલેબીનું વેચાણ કરનારા ફરસાણના વેપારીઓને ત્યાંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે આ સેમ્પલ લીધા બાદ તેની ચકાસણી લેબમાં મોકલાશે. જો કોઈ વેપારી પાસે લીધેલા સેમ્પલ તપાસમાં નિષ્ફળ જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application