14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની 5 માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવા આવી છે.માજી સૈનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ મામલે રજુઆત કરી રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આખરે આ માજી સૈનિકોની માંગણીઓ સ્વીકારી હોવાથી માજી સૈનિકો તેમજ તેમના પરિવારને ફાયદો થશે.માજી સૈનિકો છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણી પુરી કરવા માટે આંદોલન કરી રહ્યા હતા અને ગઈકાલે તેમના સમર્થકો સફેદ કપડામાં સહપરિવાર સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને મોટા પાયે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તેમની માંગણીઓ માંથી 5 માંગણી સ્વીકારી હતી. મોટી સંખ્યામાં સૈન્કો ગઈકાલે હાથમાં તિરંગા સાથે ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા.
સરકાર દ્વારા આ માંગણીનો સ્વીકાર કરાયો
(1) શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય
(2) શહીદ જવાનના બાળકોને રૂ. 5 હજાર શિક્ષણ સહાય
(3) શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ. 5 હજારની સહાય
(4) અપંગ જવાનના કિસ્સામાં રૂ. 5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય
(5) અપરણિત શહીદ જવાનના કિસ્સામા માતા-પિતાને રૂ. 5 લાખની સહાય
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતો સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી જે વિવિધ સહાયો ચુકવવામાં આવે છે તેની રકમમાં માતબાર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે શહીદ થનાર જવાનોના પરિવારોને આ રાહત આપવામાં આવશે. ગુજરાત સરકારની સરકારી નૌકરીમાં હાલ માજી સૈનિકો માટે અનામત આપવામાં આવે છે જે મુજબ વર્ગ 1 અને 2માં 1 ટકા, વર્ગ 3માં 10 ટકા અને વર્ગ 4 માટે 20 ટકા અપાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500