ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ગુજરાત ગૌરવ યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ માર્ગદર્શનમાં નિકળશે. આ યાત્રા અંગે યાત્રાના ઇન્ચાર્જ અને પ્રદેશના ઉપાઘ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે,ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા તે તમામ ગૌરવપુર્ણ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શનમાં ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી,રિવરફ્રન્ટ,24 કલાક વિજળી,ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કામ ગુજરાતમાં થયું છે. આ યાત્રાઓ આગામી 12મી ઓક્ટોબરથી શુભારંભ થશે.
ગૌરવ પુર્ણ વિકાસના કામોની માહિતી લઇ પાંચ યાત્રાઓ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ થકી જનતાના આશિર્વાદ લેશે. પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં યોજનાર આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા,મનસુખભાઇ માંડવિયા,દેવુસિંહ ચૌહાણ,શ્રી દર્શનાબેન જરદોશ,શ્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરા જોડાશે.વાઘેલાજીએ વધુમાં જણાવ્યું કે,ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતના અલગ- અલગ જિલ્લઓના વિઘાનસભા વિસ્તાર કવર કરશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા 12મી ઓક્ટોબર સવારે 11-00 કલાકે બહુચારજી માતાના મઢ થી પ્રારંભ થશે.
ગુજરાત ગૌરવ યાત્રા 9 જિલ્લાના 33 વિઘાનસભા બેઠક પર 9 દિવસમાં 1730 કિ.મીનો પ્રવાસ કરશે. આ યાત્રાનો સમાપન કચ્છ ખાતે માં આશાપુરાના આશિર્વાદ સાથે સંપન્ન થશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બીજી યાત્રા દક્ષિણ ગુજરાતના ઉનાઇ ખાતેથી પ્રસ્થાન થનાર છે.13મી તારીખે આ યાત્રા ઉનાઇ માતાના મંદિરેથી બપોરે 02 કલાકે પ્રસ્થાન થશે અને ઉનાઇથી 13 જિલ્લામા 35 વિઘાનસભામાં આશરે 990 કિ.મી પરિભ્રમણ કરશે. આ યાત્રાનું 53 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે અને 09 દિવસ આ યાત્રા ફાગવેલ ભાથીજી મહારાજના આશિર્વાદ લઇ સંપન્ન થશે.વાઘેલાજીએ વધુમાં જણાવ્યું કે, ત્રીજી યાત્રા ઉનાઇથી શરૂઆત થઇ ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા સ્વરૂપે 14 જિલ્લામાં 31 વિઘાનસભામાં આશરે 1068 કિમી પ્રવાસ કરી 28 સભા સાથે માં અંબાના આશિર્વાદ સાથે અંબાજી ખાતે સમાપન થશે. આ બંન્ને યાત્રા પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમાં પ્રસ્થાન થશે.
આ કાર્યક્રમમાં યાત્રાના ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘનભાઇએ સૌરાષ્ટ્રની યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે,સૌરાષ્ટ્રમા ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી યાત્રા 12 તારીખે દ્વારકાથી પોરબંદર નિકળશે આ યાત્રાનું પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી કરવાશે. આ યાત્રા 21 વિઘાનસભા વિસ્તારમાં પરિભ્રમણ કરશે અને 22 જેટલી જાહેરસભાનું આયોજન અને 70 સ્થળો પર સ્વાગત કરવામાં આવશે તેમજ સાત દિવસમાં કુલ 876 કિલોમીટર પ્રવાસ કરશે. જયારે બીજી યાત્રા 13 ઓક્ટોબર સંત સવૈયાનાથજીના ધામ ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ યાત્રાનું પ્રસ્થાન દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ કરાવશે. આ યાત્રા 09 જિલ્લામાં 24 વિઘાનસભામાં પ્રવાસ કરશે અને 86 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે તેમજ કુલ 1070 કિમીનો પ્રવાસ 08 દિવસમાં આ યાત્રા કરશે.આમ ગુજરાત ગૌરવ યાત્રા કુલ 144 વિઘાનસભામાં પરિભ્રમણ કરશે,145 જેટલી જાહેર સભા યોજાશે તેમજ કુલ 5734 કિમી પરિભ્રમણ કરશે. આ સમગ્ર યાત્રામાં ગુજરાતના ભાજપના આગેવાનો,રાજયના મંત્રી તેમજ કેન્દ્રના મંત્રી ઉપસ્થિત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application