Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુક્ત વેપાર સમજૂતી તા.29 ડિસેમ્બરથી લાગુ

  • December 01, 2022 

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મુક્ત વેપાર સમજૂતી તા.29 ડિસેમ્બરે લાગુ થશે. ઓસ્ટ્રેલિયાનાં વેપાર અને પ્રવાસ પ્રધાન ડોન ફેરલે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ એક એવું પગલું છે જેનાથી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બેગણું વધીને 45 થી 50 અબજ ડોલર થઇ જશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રેલિયન સરકાર એ વાતનું સ્વાગત કરે છે કે, ભારત સરકારે ઓસ્ટ્રેલિયા ભારત આર્થિક સહકાર અને વેપાર સમજૂતી (ઇસીટીએ)નાં અમલીકરણ માટે પોતાની ઘરેલુ જરૂરિયાતોને પૂર્ણ કરી લીધી છે.




તેમણે જણાવ્યું હતું કે, આ વેપાર સમજૂતી તા.29 ડિસેમ્બર, 2022થી ઓસ્ટ્રેલિયાની કંપનીઓ અને ગ્રાહકોને નવા બજારની તકો ઉપલબ્ધ કરાવશે. આ સમજૂતી પર ચાલુ વર્ષે 2જી એપ્રિલે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. સમજૂતી હેઠળ ઓસ્ટ્રેલિયન બજારમાં કપડા, ચામડું, ફર્નિચર, આભૂષણ અને મશીનરી સહિત 6 હજારથી વધુ વ્યાપક ક્ષેત્રોના ભારતીય નિકાસકારો ડયુટી મુક્ત વેપાર કરી શકશે. આ ઉપરાંત સમજૂતીથી શ્રમ કેન્દ્રિત ક્ષેત્રો જેવા કે કાપડ, ગારમેન્ટ, કેટલાક કૃષિ અને માછલી ઉત્પાદનો, ચામડું, શૂઝ, ફર્નિચર, રમત-ગમતનાં સાધનો, ઘરેણા, મશીનરી અને વીજળીનાં ઉપકરણોને લાભ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application