Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિક્ષણમંત્રી પોતાના આપેલાં વચન પર ખરા ઊતર્યાં નથી, ભરતી સંખ્યા વધારવાની માગ સાથે ઉમેદવાર રસ્તે ઉતર્યા

  • September 02, 2022 

રાજ્યના પાટનગર સચિવાલય ખાતે તમે જો દર સોમવારે જાઓ તો શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની ચેમ્બર બહાર 7થી 10 ઉમેદવાર અચૂક બેઠા જ હોય. આ ઉમેદવારો એટલા માટે દર સોમવારે બેઠા હોય છે,કેમ કે તેમની ભરતી થાય એ માટે શિક્ષણમંત્રીને દર સોમવારે રજૂઆત કરવાની હોય છે. દર અઠવાડિયે રજુઆત એટલા માટે કરવી પડે છે,કેમ શિક્ષણમંત્રી પોતાના આપેલાં વચન પર ખરા ઊતર્યાં નથી. વિદ્યા સહાયકોની ભરતીની જગ્યા વધારવાની મૂળ માગ નવી સરકારની રચના થઈ કે તાત્કાલિક ધોરણે જ અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી,જે પૈકીની એક જાહેરાત શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પણ કરી હતી.વિદ્યા સહાયકો માટે 3300ની ભરતી કરવામાં આવશે,એ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત તો કરવામાં આવી,પરંતુ ભરતી સંખ્યામાં વધારો કરવામાં આવે એ પ્રકારની માગ ઊઠી.




ભરતી સંખ્યા વધારવાની માગ સાથે ઉમેદવાર રસ્તા પર ઊતર્યાં આંદોલન સાથે ટેટ પાસ ઉમેદવાર રસ્તા પર આવી ગયા હતા. સ્વર્ણિમ પાક ખાતે એકાએક ટોળા સ્વરૂપે આવી વિરોધપ્રદર્શન કરવા તેમજ સચિવાલય બહાર એકાએક ધરણા પ્રદર્શન કરવાને કારણે સચિવાલયના દરવાજા બંધ કરવા સુધીની નોબત આવી પડી હતી. તબક્કાવાર જગ્યા વધારવા શિક્ષણમંત્રીએ મધ્યસ્થી બની બાંયધરી આપી 42 દિવસ સુધી આંદોલન ચાલે એટલે સ્વાભાવિક છે કે સરકાર માટે ચર્ચા કરવી જરૂરી બની ગઈ હતી,સરકાર તરફથી વિભાગીય મંત્રી જિતુ વાઘાણી અને મંત્રી આરસી મકવાણા મધ્યસ્થી બની આદોલન સમેટવા માટે ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન ઉમેદવારોને બાંયધરી આપવામાં આવી હતી કે એકવાર આંદોલન સમેટાય ત્યાર બાદ તબક્કાવાર જગ્યા વધારવામાં આવશે આશ્વાસન આપ્યું હતું એટલે અમે આંદોલન બંધ કર્યું હતું.




જાસ્મિન પટેલે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું.'શિક્ષણમંત્રીના આશ્વાસન અને વિશ્વાસને કારણે અમે ઘરે બેઠા છીએ.હાલ ઘણો આંદોલન ચાલે છે,પરંતુ હવે અમારા ઉમેદવારોની ધીરજ ખૂટી ગઈ છે. અમે વિદ્યા સહાયક ભરતીની રજૂઆત કરવા આવ્યા છે,42 દિવસ આંદોલન કર્યું હતું. તમે જ આશ્વાસન આપ્યું હતું એટલે અમે આંદોલન બંધ કર્યું હતું. દરેક આદોલન પૂરા કરવા કમિટી રચી છે,પણ અમને ડર છે કે અમારો મુ ચૂકી ન જવાય,ભાજપ સરકારના વિશ્વાસે બેઠા છીએ. નવી જાહેરાત આપી અને હજારો યુવાનોના ભવિષ્ય બચાવે એવી સરકારને વિનંતી છે. અમે રાજકારણ સાથે જોડાયેલા નથી. અમારા ભવિષ્ય ઉજ્જવળ થાય એવી આશા છે. અમારે કરી આંદોલન ના કરવું પડે એ વાતનું ધ્યાન રાખજો,માગ ન સંતોષાતાં ઉમેદવારોની ગાંધીગીરી,42 દિવસ સુધી ચાલેલા વિદ્યા સહાયકોનું આંદોલન સમેટાય એ સરકાર માટે અત્યંત જરૂરી બની ગયું હતું,ત્યારે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આંદોલન સમેટ્યા બાદ તબક્કાવાર જગ્યા વધારવા માટે હૈયા ધારણા આપતાં ઉમેદવારોએ દિલન સમેટ્યું હતું. મે માસમાં આંદોલન તો સમેટાયું,પરંતુ જગ્યા વધારવા માટેનો એકપણ તબક્કો સરકાર માટે આવ્યો ના હોવાથી હવે ઉમેદવારોની પીરજ ખૂટી પડી છે.




આ જ કારણસર જગ્યા વધારવાની માગ સાથે દર સોમવારે ઉમેદવારો શિક્ષણમંત્રીને રજૂઆત કરવા સચિવાલય પહોંચી જાય છે,જિતુ વાઘાણી એકવાર બોલે છે એ પાળે છે: વાસુ દેસાઈ,ટેટ પાસ ઉમેદવાર 26 જાન્યુઆરીના રોજથી સરકારે નવી ભરતી બહાર પાડી ત્યારથી અવારસુધી અમે લગભગ 70થી વધુ વખત રજૂઆતો કરી છે. સાહેબ અમને આશ્વાસન આપે છે. અમને ખ્યાલ છે કે શિક્ષણમંત્રી એકવાર બોર છે એ પાળે છે. અમારા ઉમેદવારના પરિવારો રાહ જોઇને બેઠા છે. અમારી ઇમેજ ખરડાય નહીં. એનું ધ્યાન અમે રાખીએ છીએ અને સાહેબ પોતાના વચનનું પાલન કરે એવી માગણી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News