Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે EDની ટીમ આજે બપોરે મુખ્યમંત્રી આવાસ પર પહોંચી

  • January 31, 2024 

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નાં અધિકારીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે EDની ટીમ આજે બપોરે 1.15 વાગ્યે રાંચીના મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. EDની ટીમ તેમની પાસેથી જમીન કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે પૂછપરછ કરી રહી છે. સાત અધિકારીઓની ટીમ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, EDએ અત્યાર સુધીમાં હેમંત સોરનને 10 સમન્સ પાઠવ્યા છે.


EDની પૂછપરછ વચ્ચે સીએમ હેમંત સોરેનના સમર્થકો પણ રાંચીમાં સક્રિય થઈ ગયા છે અને મોટી સંખ્યામાં એકઠા થઈને દેખાવો કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. હજુ એક દિવસ પહેલા રાજ્યપાલે ડીજીપી અને મુખ્ય સચિવને બોલાવીને કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી માંગી હતી. સમાચાર એજન્સી અનુસાર, ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝારખંડમાં કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ મામલે આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા બન્ના ગુપ્તાએ કહ્યું કે સોરેનની તપાસમાં સહકાર આપી રહ્યા છે, પરંતુ બંધારણીય સંસ્થાઓની ફરજ છે કે આવી તપાસ ‘યોગ્ય રીતે’ કરવી જોઈએ. રાજ્યના કૃષિ મંત્રી બાદલ પત્રલેખે કહ્યું કે 'તમામ ધારાસભ્યો મક્કમતાથી મુખ્યમંત્રીની સાથે ઉભા છે.' જેએમએમ સમર્થકોએ સોરેન વિરુદ્ધ ઈડીની કાર્યવાહીના વિરોધમાં મોરહાબાદી મેદાન અને અન્ય કેટલાક સ્થળોએ દેખાવ કર્યો હતો. દેખાવકારોએ કહ્યું કે કેન્દ્રની સૂચના પર ED દ્વારા અમારા મુખ્યમંત્રીને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે, અમે સમગ્ર રાજ્યમાં નાકાબંધીનો આશરો લઈશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application