ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આગામી તા. ૦૪ જૂન, ૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. આ મતગણતરીની પ્રક્રિયા સુચારું રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સાથે સંકાળાયેલ કર્મયોગીઓની તાલીમ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ મત ગણતરીની પ્રક્રિયા સુચારું અને પારદર્શિત રીતે પૂર્ણ કરવા મત ગણતરી કરનાર કર્મયોગીઓનો એક તાલીમ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
તા.૨૭મી મે, ૨૦૨૪ના રોજ ગાંધીનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભા મતદાર વિભાગમાં મત ગણતરી સાથે સંકળાયેલા અધિકારીઓ–કર્મયોગીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર (ઉ) વિધાનસભા મતદાર વિભાગમાં મત ગણતરી કરનાર કર્મયોગીઓનો તાલીમ કાર્યક્રમ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલદવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મત ગણતરી કરનાર કર્મયોગીઓને વિશેષ માહિતી આપી હતી.
તેમજ સમગ્ર તાલીમ કાર્યક્રમની રૂપરેખાથી વાકેફ થયા હતા. આજ રીતેની તાલીમ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગની અન્ય વિધાનસભા મત વિભાગના મત ગણતરી કરનાર કર્મયોગીઓને આપવામાં આવી હતી. આ તાલીમમાં મત ગણતરી કરનાર સર્વે કર્મયોગીઓને સમગ્ર મત ગણતરીની પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ મત ગણતરી સાથે સંકળાયેલ મહત્વની બાબતોથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ગાંધીનગર(ઉ) વિધાનસભા મતદાર વિભાગમાં યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પાર્થ કોટડિયા, ગાંધીનગર પ્રાંત અધિકારીશ્રી બ્રિજેશ મોડિયા, ગાંધીનગર મામલતદારશ્રી હરેશ પટેલ સહિત મત ગણતરી સાથે સંકાળાયેલ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500