નવસારી જિલ્લા કલેટર આર્દ્રા અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લમાં જયાં બહુ અકસ્માત થતાં હોય તેવા બ્લેક સ્પોટ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આર.ટી.ઓ. પોલીસ, નેશનલ હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.
આ બેઠક બાદ જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે નવસારી જિલ્લામાં વારંવાર રોડ અકસ્માત થતાં હોય તેવા સ્થળો (બ્લેક સ્પોટ) પરથાણ પાટિયા, ખારેલ, દેગામ, આલીપોર ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ પર નેશનલ હાઇવે ઓથોરીટી અને આર.ટી.ઓ.ના અધિકારીઓને અકસ્માતમાં ઘટાડો થાય તે બાબતે જરૂરી સૂચનો કરી, સુચનાઓનું પાલન કરવા જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે તાકીદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500