બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ડિસીપ્લીનરી કમિટીએ વડોદરાનાં ધારાશાસ્ત્રી પંકજ માયાચન્દ જૈનની આવનાર બે વર્ષ માટે તેમની સનદ રદ કરવાનો નિર્ણય કરતા વકીલોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી પ્રમાણે, અસલ ફરિયાદનાં આરોપી, ભારત ટ્રેડર્સના મોહમંદ હનીફે વિજયભાઈ નામના વ્યક્તિને ૧,૧૧,૩૯૯/- રૂપિયાનાં બે ચેક આપ્યાં હતાં જે વિજયભાઈએ પોતાની બેંકમાં ભરતાં બન્ને ચેકો પરત ફરેલ હતાં. ત્યારબાદ ગત તારીખ ૦૨-૦૪-૨૦૧૮ના રોજ વિજયભાઈ નેવાંતિયાએ મોહમંદ હનીફ સામે ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ચેક રિટર્નની ફરિયાદ તેઓના વકીલ પંકજ માયાચન્દ જૈન દ્વારા વડોદરા જીલ્લા અદાલતમાં દાખલ કરી હતી.
ફોજદારી ફરિયાદના એક તબક્કે ફરિયાદી અને આરોપી પક્ષ વચ્ચે લોકઅદાલત દ્વારા સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે જજ વનરાજ ચૌધરી સમક્ષ ચાલી જતા બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થઇ ગયેલ હતું. ફરિયાદીપક્ષનાં વકીલ પંકજ માયાચન્દ જૈને ફરિયાદી વિજયભાઈને એવું જણાવ્યું હતું કે લોકઅદાલતના ચુકાદા મુજબ આરોપી સમાધાનની રકમ કોર્ટમાં જમા કરવી દેશે. ત્યારબાદ વિજયભાઈએ સમગ્ર કેસની વિગતો કોર્ટમાંથી મેળવી હતી ત્યારે તેમને એ વાત ધ્યાન પર આવી કે એમના વકીલે આરોપી પાસેથી સમગ્ર રકમ રોકડ સ્વરૂપે સ્વીકારી લીધી છે.
ત્યારબાદ વકીલ પંકજભાઈનાં સ્ટાફ મેમ્બર દ્વારા અનેક વખતની ઉઘરાણી બાદ વિજયભાઈને રોકડા રૂપિયા ૨૫,૦૦૦/- ચૂકવી આપ્યાં હતાં અને બાકીની રકમ ૮૬,૩૯૯/- થોડાક સમયમાં આપી દેવામાં આવશે. તેવી ખાત્રી આપી હતી. વિજયભાઈએ ઘી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજ દિવસ સુધી તેઓને વકીલ પંકજભાઈ જૈન પાસેથી બાકીની ૮૬,૩૯૯/- રૂપિયાની રકમ મળેલ નથી અને તે પૈસા મને વળતર સાથે પરત અપાવવા અરજ છે.
પુરાવા સહ લેખિતમાં ફરિયાદ મળ્યાં બાદ ડિસીપ્લીનરી કમિટીએ જવાબદાર વકીલને કમિટી સમક્ષ પુરાવા સહ લેખિતમાં ફરિયાદ મળ્યાં બાદ ડિસીપ્લીનરી કમિટીએ જવાબદાર વકીલને કમિટી સમક્ષ હાજર રહેવા અને પોતાનો પક્ષ મુકવા વારંવાર જણાવ્યું હતું. જવાબદાર વકીલ પંકજ જૈન દ્વારા એક તબક્કે ડિસીપ્લીનરી કમિટીને એક ઈમેલ દ્વારા જણાવેલ હતું કે આ ફરિયાદના ફરિયાદી અને જવાબદાર વકીલ વચ્ચે સમાધાન માટે વાતચીત ચાલી રહી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ડિસીપ્લીનરી કમિટીએ ગત તારીખ ૦૯-૧૦-૨૦૨૨ના રોજ સમગ્ર ફરિયાદની બીના સમજીને ઇસ્યુ ફ્રેમ કર્યા હતાં જે મુજબ, વકીલ પંકજ જૈને એડવોકેટ એક્ટની કલમ ૩૫ મુજબ પ્રોફેશનલ મિસ કન્ડકટ અને ગેરવર્તણૂક કરેલ છે કે કેમ? ડિસીપ્લીનરી કમિટીએ હાથ પરનાં પુરાવા અને ફરિયાદીની સુનાવણી કરીને એડવોકેટ એક્ટ, ૧૯૬૧ની કલમ ૩૫ (૩)(સી) હેઠળ પોતાનો ચુકાદો આપ્યો હતો. સદર ચુકાદામાં ડિસીપ્લીનરી કમિટીએ વકીલ પંકજ માયાચન્દ જૈનને કસૂરવાર ઠેરવીને હૂકનામાંના દિવસથી બે વર્ષ માટે પોતાનું સનદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પરત કરવા અને વકીલ તરીકે બે વર્ષ માટે કોઈપણ અદાલતમાં વકીલ તરીકે કામ ન કરવા તાકીદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500