પ્રયાગરાજના ડેપ્યુટી સીએમઓ સુનીલકુમાર સિંહ નો મૃતદેહ વિઠ્ઠલ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારબાદ આત્મહત્યાની આશંકા સેવાઈ રહી છે. એવું કહેવાય છે કે પ્રયાગરાજ ડેપ્યુટી સીએમઓ મૂળ વારાણસીના રહીશ હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ ડિપ્રેશનમાં હતા. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.
આ ઘટના સોમવારની છે. સૌથી પહેલા હોટલના કર્મચારીઓએ મૃતદેહને ફંદા પર લટકેલો જોયો. ત્યારબાદ સીએમઓને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી. પ્રભારી સીએમઓ ડો. અશોકકુમારની સાથે જ અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.મૃતક ડોક્ટર સુનીલકુમાર સિંહ સંચારી રોગના નોડલ અધિકારી નિયુક્ત હતા. સુનીલકુમારનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application