Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેપનાં કેસમાં આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે કોર્ટ બહાર થયેલ સમજૂતીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી

  • July 03, 2024 

રેપનાં એક કેસમાં આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે કોર્ટ બહાર થયેલી એક સમજૂતીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ કહ્યું હતું કે, રૂપિયા લઈને થયેલી સમજૂતીના આધારે રેપના કેસોની ફરિયાદો રદ કરવા લાગીશું તો ન્યાયનું વેચાણ થયું ગણાશે માટે આવી કોઈ જ સમજૂતી ના સ્વીકારી શકાય. આરોપીએ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અપીલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન આરોપીએ એવો દાવો કર્યો હતો કે, ફરિયાદી મહિલાએ મારી સાથે ફરિયાદ પરત લેવા માટે દોઢ લાખ રૂપિયામાં સમજૂતી કરી લીધી છે.


માટે આ ફરિયાદને રદ કરી દેવામાં આવે. જોકે હાઇકોર્ટે આ દલીલોને ફગાવતા કહ્યું હતું કે, રેપનાં કેસમાં કોર્ટ બહાર સમજૂતી કરીને ફરિયાદ રદ કરવાની માંગણી ના કરી શકાય. હાઈકોર્ટનાં ન્યાયાધીશ સ્વરણા કાંતા શર્માએ કહ્યું હતું કે, શારીરિક છેડતી કે રેપનાં કેસોમાં રૂપિયા લઈને કરાયેલી સમજૂતીનો સ્વીકાર ના કરી શકાય. ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો હતો કે, આરોપીએ પોતાની ઓળખ છુપાવી હતી અને પોતે છૂટાછેડા લઈ લીધા હોવાનો દાવો કર્યો હતો, બાદમાં મારી સાથે લગ્નનુ વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, જો આ કેસમાં મહિલા દ્વારા જુઠો કેસ દાખલ કરવામાં આવ્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ રેપનાં આ કેસમાં ફરિયાદ રદ કરવાની માંગ કરતી આરોપીની અપીલને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application