ચીખલીના સેવાભાવી સંસ્થા શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઈ દેસાઈ દ્વારા ચીખલી કોલેજ કેમ્પસમાં કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. હાલ કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી તાલુકાની હોસ્પિટલોમા પૂરતા બેડની અવ્યવસ્થાને કારણે શારદા ફાઉન્ડેશન સ્થાપક દ્વારા સામે ચાલીને જીલ્લાના વહીવટી તંત્રને કોવિડ સેન્ટર આપવા તૈયારી બતાવી છે.
જેમાં હાલ 16 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ બેડની સંખ્યા વધારીને 50 સુધી લઈ જઈ શકાય તેમ છે. આ સેન્ટરની સ્થાનિક અધિકારીઓ દ્વારા મુલાકત પણ કરવામાં આવી છે. કોરોનાની અતિ કપરી સ્થિતિમાં દર્શનભાઈ દેસાઈની કામગીરી ખૂબ જ સરાહનીય અને વંદનને પાત્ર છે. ત્યારે કોરોનાના દર્દીઓને સારવારની તકલીફ ન પડે તે માટે તંત્ર અહીં ઝડપથી ઓક્સિજનની વ્યવસ્થા સાથે ઉપયોગ શરૂ કરે તે જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application