ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે. બાકી માગો ત્યારે, માંગો એ બ્રાન્ડનો દારૂ મળી રહે છે. બસ, ફરક એટલો છે કે અહી છુપાઈ છુપાઈને દારૂ પીવો પડે છે, નહિ તો પોલીસ પકડી જાય છે. ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે ગુજરાતના તંત્રને દારૂ મામલે તાકીદ કરી છે. તેમણે લીકર અને ડ્રગ્સની હેરાફેરી બુટલેગિંગ રોકવા માટે તંત્રને ચાંપતા પગલા ભરવાની સૂચના આપી છે. સાથે જ કહ્યું કે, ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ મળતો નથી એવુ નથી, પરંતુ વધારે ધ્યાન રાખો. ગત રોજ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે દરેક રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ તથા વહીવટી તંત્ર સાથે સતત ચાર કલાક સુધી બેઠક કરી હતી. જેમાં રાજ્યવાર લોકસભાની ચૂંટણી સંબંધે વરચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.
જેમાં ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ખાસ ચર્ચાયો હતો. ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, દેશમાં ગુજરાત અને બિહાર બે ડ્રાય સ્ટેટ છે, એટલે એમ માનવાની જરૂર નથી કે આ બંને રાજ્યોમાં દારૂ મળતો નથી. ગુજરાતમાં દારૂબંધ હોઈ ચૂંટણી સમયે દારૂની હેરાફેરી ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પરમીટ પર દારૂની છૂટ છે. પંરતું આ રાજ્યમાં ચૂંટણી સમયે બુટલેગિંગ રોકવાની વધારે જરૂર છે. સાથે જ તેમણે એવી ટકોર પણ કરી કે, પાકિસ્તાની સરહદેથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે. તે કન્ટ્રોલ કરવા માટે બોર્ડર સીલ કરવામાં આવે અને કડકમાં કડક પગલા ભરવામા આવે. આમ, ચૂંટણી કમિશનર ગુજરાત સહિત બોર્ડર રાજ્યોમાં નશીલ પદાર્થો, દારૂ, શસ્ત્રો, વિસ્ફોટકો સહિતની પ્રતિબંધિત ચીજો ના ઘૂસે તે માટે કડક તકેદારી રાખવા પર ખાસ ભાર પણ મૂક્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500