કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં 32,000 શિક્ષકોની નોકરીઓ રદ કરવાના સિંગલ બેન્ચનાં આદેશ પર સ્ટે મૂકી દીધો છે. આ સ્ટે સપ્ટેમ્બરના અંત સુધી અથવા આગામી આદેશ સુધી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, કલકત્તા હાઇકોર્ટની સિંગલ ખંડપીઠે તારીખ 12મેના રોજ 32,000 શિક્ષકોની નિમણૂક રદ કરવાના આદેશ આપ્યા હતાં જેમણે 2014ની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (ટીઇટી)નાં આધારે 2016માં એક પસંદગી પ્રક્રિયાના માધ્યમથી પ્રાથમિક શિક્ષક તરીકે ભરતી થયા પછી ટ્રેઇનિંગ પૂર્ણ કરી ન હતી. ન્યાયમૂર્તિ સુબ્રત તાલુકદાર અને ન્યાયમૂર્તિ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ખંડપીઠે જણાવ્યું છે કે, કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં 32,000 શિક્ષકોની નોકરીઓ રદ કરવાના સિંગલ બેન્ચનાં આદેશ પર સ્ટે મૂકવામાં આવ્યો છે.
આ સ્ટે સપ્ટેમ્બરના અંત સુધી અથવા આગામી આદેશ સુધી ચાલુ રહેશે. પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને અસરગ્રસ્ત શિક્ષકો દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ સુબ્રત તાલુકદાર અને ન્યાયમૂર્તિ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ખંડપીઠે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત પક્ષકારોને પોતાના બચાવ કરવાના અર્થપૂર્ણ અધિકારની તક આપ્યા વગર નોકરી રદ કરવાના નિર્ણયમાં પ્રથમ દ્રષ્ટિએ હસ્તક્ષેપ કરવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ન્યાયમૂર્તિ અભિજિત ગંગોપાધ્યાયની બનેલી ખંડપીઠે નિમણૂક રદ કરવાનો આદેશ આપ્યો હતો. 32,000 નોકરીઓ રદ કરવાનો આદેશ આપતા ન્યાયમૂર્તિ અભિજિત ગંગોપાધ્યાયે તારીખ 12 મેના રોજ નવેસરથી શિક્ષકો ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાના નિર્દેશ આપ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500