CBIએ દેશભરના જુદા જુદા રાજ્યો ખાસ કરીને, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ,દિલ્હી, બિહાર, પંજાબ, તમિલનાડુ, કેરળ, હરિયાણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત 76 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ 5 કેસ પણ નોંધ્યા છે. એમેઝોન અને માઈક્રોસોફ્ટ દ્વારા ફરિયાદ કરાયા બાદ સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે.
સીબીઆઈના જણાવ્યા મુજબ તપાસ અભિયાન દરમિયાન 32 મોબાઈલ ફોન, 48 લેપટોપ, 2 સર્વરની તસવીરો, 33 સિમ કાર્ડ અને પેન ડ્રાઈવ જપ્ત કરાયા છે. સીબીઆઈએ ઘણા બેંક એકાઉન્ટો પણ ફ્રીઝ કર્યા છે. સીબીઆઈએ 15 ઈ-મેલ એકાઉન્ટની વિગતો પણ મેળવી લેવાઈ છે, જેમાં આરોપીઓના ષડયંત્રનો પણ ખુલાસો થયો છે, જેના દ્વારા તેઓ લોકોને ઠગવાનું કામ કરે છે.ઓપરેશન ચક્ર-2 અભિયાન હેઠળ ઈન્ટરનેશનલ ટેક સ્પોર્ટ ફ્રોડ સ્કેમના 2 મામલાઓ પણ સામે આવ્યા છે. આરોપીઓ 5 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 9 કૉલ સેન્ટરનું સંચાલન કરી રહ્યા હતા અને પોતાને ટેકનિકલ સપોર્ટ પ્રતિનિધિ હોવાનું કહી વિદેશી નાગરિકોને ઓર્ગેનાઈઝ્ડ રીતે શિકાર બનાવતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500