CBIએ બ્રિટનની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની રોલ્સ રોયસ પીએલસી, તેના ભારત યુનિટનાં બે એક્ઝિક્યુટીવ તથા આર્મ્સ ડિલરો સામે કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સીનાં જણાવ્યા અનુસાર આરોપીએો પર આ કાર્યવાહી 66 હોક 115 એડવાન્સડ જેટ ટ્રેઇનર એરક્રાફ્ટ ખરીદવામાં ભ્રષ્ટાચાર આચરવા બદલ કરવામાં આવી છે. CBIએ રોલ્સ રોયસ ઇન્ડિયાના ડાયરેક્ટર ટીમ જોન્સ, આર્મ્સ ડીલરો સુધીર ચૌધરી અને તેમના પુત્ર ભાનુ ચૌધરી, રોલ્સ રોયસ પીએલસી અને બ્રિટિશ એરોસ્પેસ સિસ્ટમ સામે કેસ દાખલ કર્યો છે. આ આરોપીઓ સામે CBIએ આઇપીસીની કલમ 120-બી અને 420 હેઠળ કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ડિસેમ્બર, 2016માં પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.
CBIનાં અધિકારીઓના જણાવ્યા અનુસાર 2017માં બ્રિટિશ કોર્ટના ઓર્ડરમાં પણ કરાર મેળવવા માટે કમિશન ચુકવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. CBIનાં જણાવ્યા અનુસાર આ સોદામાં સરકારી કર્મચારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરવામાં આરોપીઓની મદદ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે રોલ્સ રોયસે કરાર હસ્તગત કરવા માટે 1 કરોડ પાઉન્ડનું કમિશન ચુકવ્યું હતું. આ કમિશન 73.421 કરોડ પાઉન્ડમાં 66 હોક 115 એડવાન્સડ જેટ ટ્રેઇનર એરક્રાફ્ટની ખરીદીનો કરાર મેળવવા માટે ચુકવવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500