Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનમાં વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે બ્રિટનની સરકારે વિઝા નિયમો વધુ કડક બનાવ્યા

  • December 07, 2023 

બ્રિટનમાં વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે બ્રિટનની સરકારે વિઝા નિયમો વધુ કડક બનાવ્યા છે. નવા નિયમમાં બ્રિટિશ નાગરિકો અને પરમેનન્ટ રેસિડન્સ માટે પોતાના પરિવારજનોને બોલાવવા માટે લઘુતમ પગારની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિયમને પગલે અનેક ભારતીય પરિવારોને અસર થશે. ફેમિલી વિઝા કેટેગરી હેઠળ પોતાના પરિવારજનોને બ્રિટનમાં બોલાવવા માટે લઘુતમ પગારની મર્યાદા વાર્ષિક 18,600 પાઉન્ડ હતી. આગામી માર્ચ/એપ્રિલથી આ લઘુતમ પગારની મર્યાદા વધારીને 38,700 પાઉન્ડ કરવામાં આવી છે.



આ નિર્ણયથી બ્રિટનમાં કાર્યરત ભારતીયોને તેમના પરિવારજનોને બોલાવવામાં મુશ્કેલી પડશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 5870 ભારતીયોએ ફેમિલી વિઝા હેઠળ પોતાના પરિવારજનોને બોલાવ્યા હતાં. ગયા વર્ષ 15038 પાકિસ્તાનીઓએ ફેમિલી વિઝા હેઠળ પોતાના પરિવારજનોને બોલાવ્યા હતાં. આ ઉપરાંત સ્કીલ્ડ વર્કર વિઝા હેઠળ અરજી કરનારાઓ માટે લઘુતમ પગારની રકમ પણ 26200 પાઉન્ડથી વધારી 38700 પાઉન્ડ કરી દેવામાં આવશે. બ્રિટનના ગૃહ પ્રધાન જેમ્સ કલેવરલીએ સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં લઘુતમ આવકની મર્યાદા 18600 પાઉન્ડ છે અને આ રકમમાં 2012થી કોઇ વધારો કરવામાં આવ્યો નથી. આ નવા નિયમને કારણે ઓછી આવકવાળા વિદેશીઓ પોતાના પરિવારજનોને બોલાવી શકશે નહીં. ભારતીય ઉદ્યોગ અને વિદ્યાર્થી સંગઠનોએ આ નવા નિયમ સામે વિરોધ નોંધાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application