Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટન સરકારે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની તૈયારી

  • May 16, 2022 

બ્રિટન સરકાર લગભગ 91 લાખ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની તૈયારી કરી રહી છે. બ્રિટન સરકારના વરિષ્ઠ પ્રધાન જેકબ રીસ મોગના જણાવ્યા અનુસાર, સરકાર ખર્ચ ઘટાડવાના ઉદ્દેશથી આ કર્મચારીઓની સંખ્યા ઘટાડશે. આ વાત માનવામાં અસામાન્ય લાગે છે પણ સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 2016 જેટલી કરી નાખવામાં આવશે. આ રીતે જોઇએ તો બ્રિટનમા દર પાંચમાંથી એક સરકારી કર્મચારીની નોકરી જશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માગીએ છીએ.



કોરોનાને કારણે અર્થતંત્ર મોટા પાયે નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે 91  લાખ સરકારી નોકરીઓ સમાપ્ત કરવામાં આવશે. જેનો અર્થ થાય છે કે, બ્રિટન લગભગ 20 ટકા સરકારી નોકરીઓ સમાપ્ત થઇ જશે. તેનાથી વાર્ષિક 3.5 અબજ પાઉન્ડની બચત થશે. જેકબ રીસ મોર્ગના જણાવ્યા અનુસાર, દર વર્ષે 38 હજાર લોકો સરકારી નોકરીમાં રાજીનામું આપી રહ્યાં છે. આ સ્થિતિમાં એ જ યોગ્ય છે કે, સરકારી નોકરીઓમાં ભરતી રોકી દેવામાં આવે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાનું જોખમ સમાપ્ત થયા પછી પણ લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application