Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નવી દિલ્હી ખાતેથી એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ પોર્ટલ લોન્ચ કરાયું

  • October 02, 2023 

નીતિ આયોગ દ્વારા અલ્પ વિકસિત તાલુકાઓના વિકાસ માટે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓમાંથી 13 તાલુકાઓ પસંદ થયા છે. જે અંતર્ગત તાપી જિલ્લાનો નિઝર અને કુકરમુંડા તાલુકાનો પણ એસ્પિરેશનલ બ્લોકસમાં સમાવેશ થાય છે. એસ્પિરેશનલ બ્લોકસ પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગ દ્વારા તા.૩ થી ૯ ઓક્ટોબર દરમિયાન સંકલ્પ સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.3 ઓક્ટોબરના રોજ "સંપૂર્ણ સ્વાસ્થ્ય એક સંકલ્પ", તા.૪ ઓક્ટોબરના રોજ "સુપોષિત પરિવાર", તા.૫ ઓક્ટોબરના રોજ "સ્વચ્છતા એક સંકલ્પ", તા.૬ ઓક્ટોબરના રોજ "કૃષિ મહોત્સવ", તા.૭ ઓક્ટોબરના રોજ "શિક્ષા એક સંકલ્પ", તા.૮ ઓક્ટોબરના રોજ "સમૃદ્ધિ દિવસ" અને તા.૯ ઓક્ટોબરના રોજ "સંકલ્પ સપ્તાહ સંમેલન"નું આયોજન નીતિ આયોગ દ્વ્રારા નક્કી કરેલ તમામ એસ્પિરેશનલ બ્લોક ખાતે કરવામાં આવેલ છે. સંકલ્પ સપ્તાહ કાર્યક્રમનાં ભાગરૂપ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નવી દિલ્હી ખાતેથી એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ પોર્ટલ લોન્ચ કરવામા આવ્યુ હતું.



નોંધનીય છે કે, નવી દિલ્હી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા વી.એન.શાહ જિલ્લા વિકાસ અધિકારી, શ્રી ડૉ.પાઉલ વસાવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ નિઝર અને કુકરમુંડાના તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નિઝર અને કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ ગામના સરપંચશ્રીઓ નવી દિલ્હી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કલેકટર કચેરી, તાપીના સભાખંડ ખાતેથી પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગલીયા તેમજ જિલ્લા પંચાયત હોલ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સાથે વિડિયો કોન્ફરન્સ મારફત કુલ ૧૦૫ જેટલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓએ સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ નિહાળ્યો, તથા તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકા કક્ષાએથી કુલ ૨૧૮ અને વિવિધ ગ્રામ પંચાયત કક્ષાએથી ૪૦૯ જેટલા અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓએ અને ગ્રામજનોએ પણ વિડિયો કોન્ફરન્સ મારફત કાર્યક્રમ નિહાળ્યો હતો. વધુમાં સંકલ્પ સપ્તાહનાં ભાગરૂપે આગમી તા.૦૩/૧૦/૨૦૨૩થી ૦૯/૦૧૦/૨૦૨૩ સુધી વિવિધ કચેરીઓના યોજનાકિય લાભો પુરા પાડવાનો કાર્યક્રમ નિઝર અને કુકરમુંડા તાલુકાઓમાં આયોજન કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application