બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્કમાં ગુજરાતનાં એશિયાઈ સિંહની જોડી દાખલ થઈ છે. ગુજરાતના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સિંહની નર-માદાની જોડી આજે સંજય ગાંધી નેશનલ પાર્કમાં પ્રવેશી ચૂકી છે. સિંહની જોડી આવતાં હવે પાર્કની શાન વધશે. આ સિંહ જોડીનાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. દરમિયાન, નેશનલ પાર્કમાંથી વાઘની જોડી ગુજરાત મોકલાશે. રાજ્યનાં વનમંત્રી સુધીર મુનગંટીવાર 26 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાતે ગયા હતા. ત્યારે ગુજરાતનાં વન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે મુનગંટીવારે સિંહ બાબતે ચર્ચા કરી હતી.
તે સમયે ગુજરાતનાં સિંહની જોડી નેશનલ પાર્કમાં મોકલવા બાબતે એકમત થયો હતો. આખરે આજે ગુજરાતના એશિયાઈ સિંહ મુંબઈ આવી પહોંચ્યા છે અને અહીંનાં વાઘ ગુજરાત જવા રવાના થવાના છે. સંજય ગાંધી નેશનલ પાર્કના 12 હેક્ટર વિસ્તારમાં 1975-76 દરમિયાન સિંહ સફારી શરૂ કરાઈ હતી. સિંહ સફારીને લીધે પાર્કની આવકમાં મોટો વધારો થયો હતો. પરંતુ કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય પ્રાધિકરણે સિંહોનાં પ્રજનન પર મનાઈ ફરમાવતાં સિંહોની સંખ્યા ઓછી થઈ હતી. ગયા મહિને 17 વર્ષના સિંહનું મૃત્યુ થતાં એકજ નર સિંહ અહીં બચ્યો હતો. આથી હવે વધુ એક નરસિંહ અને સિંહણ આવતાં સફારીમાં વધુ રોનક જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application