રાજસ્થાનમાં EDએ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત CM ગહલોતના પુત્ર વૈભવને પણ FERA સંબંધિત કેસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા. દરમિયાન રાજસ્થાન ACBએ EDનાં એક અધિકારી અને તેના સહયોગીને ઝડપી પાડ્યો છે. તેના પર એક કેસની પતાવટ અને ધરપકડ ન કરવા માટે 17 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ છે. અધિકારીએ તેના વચેટિયાના માધ્યમથી લાંચ માગી હોવાની માહિતી રાજસ્થાન ACB દ્વારા આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ED અધિકારી નવલ કિશોર મીણા પર એક વચેટિયા મારફત 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ત્યારબાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સી ACBએ કેન્દ્રીય તપાસ એજન્સી EDના અધિકારીની ધરપકડ કરી લીધી હતી. આ મામલે ACBએ જણાવ્યું કે, એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂપિયા 15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. ACBના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, જયપુર-3 યુનિટને એક ફરિયાદ મળી હતી કે ED ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસે 17 લાખની લાંચની રકમ EO નવલ કિશોર મીણા દ્વારા માંગવામાં આવી હતી. ત્યારબાદ 15 લાખની લાંચ લેતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application