માહિતી વિભાગ દ્વારા ડાંગ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વ સમસ્તમાં 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' થીમ સાથે ઉજવણી કરવામા આવી હતી. ત્યારે સુબિર ખાતે યોગ પ્રોટોકોલ સાથે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ૬૦૦થી વધુ નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમમા સુબિર તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સુબિર તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આર.એફ.ઓ., ટી.પી.ઇ.ઓ. સુબિર સહિત શાળાના વિધ્યાર્થીઓ તેમજ ૬૦૦થી વધુ નાગરિકો યોગ કાર્યક્રમમા જોડાયા હતા. કાર્યક્રમનાં ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોએ સુરત ખાતે આયોજિત રાજયકક્ષાના કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જીવંત કાર્યક્રમ સહિત, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિશ્રીનું લાઈવ ટેલિકાસ્ટ પણ નિહાળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application