Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત સહિત સમગ્ર વિશ્વમાં 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

  • June 21, 2022 

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં અલગ-અલગ સ્થળો પર લોકો યોગ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે બે વર્ષ બાદ યોગ દિવસ જાહેર રીતે ઉજવવામાં આવી રહ્યો છે. યોગ દિવસ નિમિત્તે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)નાં જવાનોએ ઉત્તરાખંડથી અરુણાચલ પ્રદેશ સુધી હિમાલયના પહાડો અને મેદાનોમાં યોગ કર્યા હતા.



લદ્દાખ અને સિક્કિમમાં સૈનિકોએ બરફથી ઢંકાયેલા 17000 ફૂટ ઊંચા પર્વત પર સૂર્ય નમસ્કાર કર્યા હતા. દેશમાં લોકો યોગ દિવસ કેવી રીતે ઉજવે છે તેના પર એક નજર કરીએ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૌસુરમાં પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.



આ કાર્યક્રમમાં લગભગ 15 હજાર લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોગાસન કર્યા હતા. મૈસૂરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે, 'યોગ સમાજમાં શાંતિ લાવે છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, આ આખું બ્રહ્માંડ આપણા પોતાના શરીર અને આત્માથી શરૂ થાય છે. બ્રહ્માંડ આપણાથી શરૂ થાય છે અને યોગ આપણને આપણી અંદરની દરેક વસ્તુ વિશે સભાન બનાવે છે અને જાગૃતિની ભાવના બનાવે છે.



જયારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગાસન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, યોગએ આપણી પ્રાચીન ભારતીય વારસાનો એક ભાગ છે. માનવતા માટે તે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે. જે આપણા મન, શરીર અને આત્માને સંતુલિત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application