ડાંગ જિલ્લાની ભવાનદગડ સ્થિત સરકારી માધ્યમિક શાળાનો સાતમો સ્થાપના દિન, ગત તા.૨૧મી જુલાઈનાં રોજ ઉજવાઈ ગયો. શાળા સ્થાપનાદિન નિમિત્તે શાળાને સુશોભિત કરવામાં આવી હતી. આ વિશિષ્ટ દિનની ઉજવણી સમહૂ પ્રાર્થના, શાળા ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા સ્થાપના દિનની કેક કાપી આમંત્રિત મેહમાનો, બાળકોનું મો પણ મીઠું કરાવવામાં આવ્યું હતું. શાળા શિક્ષિકા શ્રીમતી અર્ચનાબેન દ્વારા બાળકોને શાળાના ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સરપંચશ્રીએ બાળકોને શાળા માટે શુભ સંદેશો પાઠવી આશિર્વચન આપ્યા હતા.
ત્યારબાદ શાળાનાં પટાંગણમાં જમરૂખી, લીમડો, ચંપા, સીતાફળ વિગેરેના ૧૦૦ જેટલાં બળવૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભાવિની બેન એ વૃક્ષોના જતન માટે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સને ૨૦૧૬ની ૨૧મી જુલાઈએ ગણિત/વિજ્ઞાનના એક શિક્ષક, અને ૪૬ વિદ્યાર્થીઓ સાથે શરૂ કરાયેલી આ શાળા આજે ૩ શિક્ષકો, અને ૬૨ વિદ્યાર્થીઓથી ધમધમી રહી છે. ધોરણ-૯ અને ૧૦ ની આ માધ્યમિક શાળાનું સને ૨૦૧૭/૧૮ નું પરિણામ ૩૦ ટકા હતું. જ્યારે ૨૦૧૮/૧૯માં ૬૮.૭૫ ટકા, બાદ ૨૦૨૦/૨૧, અને ૨૦૨૧/૨૨ કોરોના કાળ, અને સને ૨૦૨૨/૨૩ માં આ શાળાનું પરિણામ ૫૮.૮૨ ટકા રહેવા પામ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500