૬૮ વર્ષીય પાડોશી અંકલે મહિલાની છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી હતી. વાત જાણે એમ છે કે, અડાજણ વિસ્તારની એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી તેમના સોસાયટીમાં પોતાના પાડોશમાં રહેતાં ૬૮ વર્ષીય અંકલ એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી હોવાનું જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોચી કાયદાકીય કાર્યવાહીનો પ્રારંભ કરતા અંકલની સાન ઠેકાણે આવી હતી અને ભુલ કબૂલી માફી માંગી હતી. મહિલા પોતાના પતિ સાથે અડાજણ વિસ્તારમાં રહે છે,તેમના પતિ નોકરી જતાં ઘરમાં એકલા હોય છે,મહિલા પોતાના રસોડામાં કામ કરતા હોય અથવા કપડા ધોતા હોય ત્યારે એકલતાનો લાભ લઇ સોસાયટીમાં સામે પાડોશમાં રહેતા ૬૮ વર્ષીય અંકલ બદ-ઇરાદા થી પોતાના શરીરે વીટાળેલા ટુવાલ કાઢી મહિલાને જોઈ ગંદા ઈસારા કરતા હતા. જેથી ગભરાયેલી મહિલાએ પોતાના પતિને અંકલની હરકતો વિશે જાણ કરી હતી.જેથી પતિ દ્વારા પોલીસ સ્ટેશનમાં પણ ફરીયાદ કરવામાં આવી હતી.
પરંતુ કોઇ કાર્યવાહી નહી થતાં તેઓએ ૧૮૧ હેલ્પલાઈનમાં કોલ કરી મદદ માંગી હતી. ઉમરા અભયમ રેસ્ક્યુ ટીમે તત્કાલીક ઘટના સ્થળે પહોંચી છેડતી કરનારા અંકલને ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ અભયમની ટીમે અંકલના દિકરાને જાણ કરી મહિલા સાથે અણછાજતી હરકત કરવી એ જાતિય હેરાનગતિ અંતર્ગત સજાપાત્ર ગુનો છે એમ જણાવી પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરતા તેમના દિકરાએ પીડિત પરિવારની માંફી માંગી પિતા ઉંમરલાયક છે,તેમણે પહેલીવાર આવી ભુલ કરી છે,હવે પછી ભુલ ના થયા એવી લેખિતમાં બાહેધરી આપી હતી. અંકલે પણ પોતાની ભૂલ કબૂલી હતી, અને માફ કરવાં વિનંતી કરી હતી. મહિલા અને તેમના પતિએ ઉંમરલાયક હોવાથી અને ભવિષ્યમાં આવી હેરાનગતિ ન કરવાની બાહેંધરી આપતા કાયદાકીય કાર્યવાહી ન કરી અંકલને સુધરવાની એક તક આપી હતી. અભયમ દ્વારા કડક સૂચના આપી લેખિત કબૂલાત અને માફીપત્ર લેવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500