ડાંગ સ્વારાજ આશ્રમ ખાતે તા.૨૦/૯/૨૦૨૩ના રોજ ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક કંપની લિમિટેડ, આહવાની પાંચમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ડાંગી આદિવાસી ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડના સેક્રેટરી તેમજ સભાના અધ્યક્ષા ગીતાબેન સંદીપભાઈ ગાવિતે કંપનીને આગળ લાવવા માટે પોતાની પ્રોડક્ટ અને નવા આઉટ લેટ ચાલુ કરવા તથા દરેક સભાસદ પોતાની બનાવેલ કંપની પાસેથી દરેક વસ્તુ ખરીદી કરી કંપનીને આગળ વધારવા માટે સહકાર આપે તે માટે મહિલાઓને હાંકલ કરી હતી. સભાના મુખ્ય મહેમાન વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે કાર્યક્રમ અનુરૂપ મહિલાઓને માર્ગદર્શન આપ્યુ હતુ.
તેમજ સરકારમા જ્યા પણ સહકારની જરૂર હોય ત્યા સહકાર આપવા જણાવ્યુ હતુ. મહિલાઓ વધુ પ્રગતી કરી નફો મેળવે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સભામા ડાંગી આદિવાસી મહિલા ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડ, આહવાના બોર્ડ ઓફ ડિરેક્ટરની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. વર્ષ 2022-23 માં બે કરોડ થી પણ વધારનો બિઝનેસ કરી સાડા ચાર લાખથી વધુ નફો આ કંપની દ્વારા કરવામાં આવેલ છે. તેમજ આગામી વર્ષ 2023-24નુ આયોજન વંચાણે લઇ તેને બહાલી આપવામા આવી હતી. એફ.પી.ઓની પાંચમી વાર્ષિક સાધારણ સભામા કાર્યક્રમના અધ્યાક્ષા સહિત, આ સભામા 830 મહિલા ખેડુતો હાજર રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application