સાપુતારા થી 50કીમી ના અંતરે આવેલ વણી નજીકનું શક્તિ પીઠ એટલે સપ્તશૃંગી ગડ,જ્યાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટીપડે છે. 500 વર્ષથી અહીં માતાજીને સિંદૂર લગાવીને પરંપરાગત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. 500 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા ને કારણે સિંદૂરના લેપના કારણે કાળક્રમે મૂર્તિ તેના મૂળ સ્વરૂપથી બદલવા લાગી અને હાલના વર્ષની સ્થિતિ તેનો આકાર મૂળ સ્વરૂપ કરતા ઘણોજ અલગ હતો.
શ્રી સપ્તશંગી નીવાસિની દેવી ટ્રસ્ટ પુરાતત્વ વિભાગની સાથે ટ્રસ્ટી મંડળ (મુંબઈ) સાથે યોગ્ય ચર્ચા વિચારણા અને જિલ્લા વહીવટી તંત્ર સાથેના સંકલન પછી તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી 21-7-2022 ના રોજ તેના સંરક્ષણ અને જાળવણી નું કામ શરૂ થયું હતું.શ્રી સપ્તશંગી દેવીની મૂર્તિ પર વર્ષોથી એકઠા થયેલા સિંદૂરના લેપ ને ધાર્મિક વિધિ વિધાન સાથે દૂર કરવામાં આવ્યો છે. અને આ સાથેજ માતાજીની મૂર્તિ તેના મૂળ સ્વરૂપે પાછી આવતા આ અદ્ભુત મૂળ સ્વરૂપને જોવા ભક્તોજનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ 10 સપ્ટેમ્બર થી પિતૃ પક્ષની શરૂઆત થતાં આ સમયને માતાજીના દર્શન માટે યોગ્ય ન હોવાથી આવનાર 26થી પ્રારંભ થતા નવરાત્રી પર્વના પ્રથમ નોરતાથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application