ઉચ્છલના એક ગામમાંથી પીડિત મહિલા દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેમના પતિનું ઘણા વર્ષોથી ગામની એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે જેના પતિ કાયમ તેમની સાથે ઝઘડા કરતા હોવાથી મદદની જરૂર છે એમ જણાવતા તાપી 181 ટીમ સાથે જણાવેલ સરનામના મુજબ પહોંચ્યા બાદ પીડિત મહિલા સાથે વાતચીત કરી તેમની સમસ્યા વિશે વિગતે જાણકારી મેળવતા જાણ થઈ કે તેમના લગ્નને 10 વર્ષ થયેલ છે અને બે બાળકો છે પતિ ઈટના ભઠ્ઠામાં કામ કરવા માટે જાય છે ત્યાં જ તેમના ગામના બીજા ફળિયાના એક બેન પણ ઇતના ભઠ્ઠામાં ઈંટ નાખવાનું કામ કરવા માટે જાય છે તેમની સાથે તેમના ઘણા સમયથી પ્રેમ સંબંધ છે.
જેના કારણે કાયમ ઘરમાં આવીને ઝઘડા કરે છે કામ કરવા જાય છે તેમાંથી જે રોજી મળે છે તે પણ બીજી સ્ત્રી સાથે સંબંધ છે સાથે સંબંધ છે તેમની પાછળ ખર્ચે છે પીડિત તેમજ તેમના બાળકોનું ભરણપોષણ સાસુ સસરા કરે છે અને પતી કાયમ ઘરે આવીને ઝઘડા કરે છે નક્કી કરે છે તમામ હકીકત જાણી ટીમ દ્વારા પીડીતાના પતિ ને બોલાવી ત્રણેય પક્ષને સ્થળ પર કાઉન્સેલિંગ કરી સમજાવેલ તેમજ કાયદાકીય સમજ આપેલ છે પત્ની હોવા છતાં લગ્ન બહારના સંબંધો રાખવા એ ગુનો છે એ વિશે સમજ આપેલ છે .
ત્રણેય પ્રકારના સ્થળ પર સમજાવી પીડિતાના પતિને હવે બીજી સ્ત્રી સાથે સંબંધો નહીં રાખશે અને જે બીજી સ્ત્રી છે એ પણ પીડિતા ના પતિ સાથે સંબંધો રાખશે નહિ અને જે માટે બંને પક્ષનું લેખિતમાં બાહેધરી લઈ સ્થળ પર સમાધાન કરેલ છે તેમજ પરિવારની તમામ જવાબદારી ઉઠાવવા જણાવેલ છે આમ પીડિત મહિલાને 181 ટીમને બોલાવીને પોતાની સમસ્યાનો નિરાકરણ મળ્યું હોય જે બાબતે સંસાર તૂટતો બચ્યો હોવાથી 181 હેલ્પલાઇનનો આભાર વ્યક્ત કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500