Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે શપથ લીધી

  • September 13, 2021 

ભૂપેન્દ્ર પટેલે આજે બપોરે ગાંધીનગર સ્થિત રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતા આ શપથ વિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા. શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે ઈશ્વરની સાક્ષીએ શપથ લીધા હતા. ગતરોજ ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠકમાં નામ પર આખરી સહમતિ સધાયા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. ત્યારે હવે તેમણે આજરોજ શપથ લઈ લીધા છે. 

 

 

 

 

 

ગુજરાતમાં નવી સરકારની રચનાની તૈયારીઓ પણ શરૂ થઇ ચૂકી હતી. આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા પરંતુ કેબિનેટની શપથવિધિ બે દિવસ પછી રાખવામાં આવી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં યોજાનારી બેઠકમાં હાજર રહેશે. ગાંધીનગરમાં આવેલા રાજભવનમાં નવા સીએમની શપથવિધિ માટે તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી હતી. વરસાદના કારણે રાજભવનમાં ડોમ તૈયાર કરવામાં આવ્યો. ડોમમાં 500થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો શપથ ગ્રહણ પહેલા ભૂપેન્દ્ર પટેલે પૂર્વ CM વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીને મળીને શુભેચ્છા સ્વીકારી હતી.

 

 

 

 

 

આજે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથગ્રહણ કરે તે પહેલા સવારથી તેમના ઘરે ચહલપહલ જોવા મળી. ભૂપેન્દ્ર પટેલના શીલજ સ્થિત નિવાસસ્થાને સઘન બંદોબસ્ત જોવા મળ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારી તેમના નિવાસ સ્થાને જોવા મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘરે રહેલા સીમંધર સ્વામીની પ્રતિમાને શિશ ઝુકાવ્યુ હતુ. તો સાથે જ આજે સવારથી તેમના નિવાસસ્થાને સોસાયટીના લોકો પહોંચ્યા હતા અને તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. કેટલાક રહીશોએ બૂકે તો કેટલાક રહીશોએ મીઠાઈ ખવડાવીને ભૂપેન્દ્ન પટેલને શુભકામના પાઠવી હતી.

 

 

 

 

 

સીએમ પદની શપથગ્રહણ કરતા પહેલા રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી.  સી.આર.પાટીલે નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને શુભકામના પાઠવી હતી. જયારે 55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારા સભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application