Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

102 વર્ષીય આ દાદીએ કોરોનાને આપી મ્હાત, જાણો કઈ હોસ્પિટલમાં થઈ સારવાર

  • July 08, 2021 

નવસારી જિલ્લાનાં ચીખલીનાં રાનવેરી ગામે રહેતા 102 વર્ષીય શાંતાબેન ભિમસિંહભાઈ ચૌહાણએ બારડોલીની ગેલેક્ષી હોસ્પિટલમાં કોરોનાની 7 દિવસીય સારવાર મેળવી કોરોનાને મ્હાત આપી સપૂર્ણ સાજા થવાનો કિસ્સો સામે આવ્યો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર, શાંતાબેન ભિમસિંહભાઈ ચૌહાણને તા.26/06/2021ના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતા અને RTPCR નો રીપોર્ટ પોઝિટિવ આવતા બારડોલી ખાતે આવેલ ગેલેક્સી હોસ્પિટલમાં ડૉ સુમીત ચૌધરી (એમડી મેડિસિન)ની દેખરેખ હેઠળ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.27/06/2021ના રોજ સી.ટી. સ્કેનમાં 40% ફેફસાંનું સંક્રમણ જણાતા અને લોહીમાં ઓકિસજનનું પ્રમાણ 88% સુધી ઘટતા આઈ.સી.યુ.માં HFNO (હાઇ ક્વો નેઝલ ઓકિસજન થેરાપી ) પર રાખી સારવાર આપવામાં આવી હતી. સગા સંબંધીઓનો સમયસર નિર્ણય અને ગેલેક્સી હોસ્પિટલના ડોક્ટર્સની ટીમના માર્ગદર્શન અને સચોટ નિદાન ભાગ રૂપે હાલના તબક્કે અત્યંત ગંભીર ગણાતી કોરોના વાયરસ (કોવિડ-19)ને મ્હાત આપવામાં શાંતાબેન સફળ રહ્યા હતા. સારવાર દરમિયાન ઓકિસજન સપોર્ટ માત્ર દવાઓ અને જરૂરી ઇન્જેક્શન સાથે 07 દિવસ સંપૂર્ણ સ્વસ્થ થતા દાદીને હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી.

 

 

 

 

સામાન્ય રીતે ડોક્ટર્સના અનુભવ પ્રમાણે આ ઉંમરની વ્યક્તિમાં 40% ફેફસાંના સંક્રમણ સાથે રિકવરી આવતા ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. રજા લેતા શાંતાબેનનો જનતાને સંદેશ આપે છે કે, કોરોનાને ગંભીરતાથી લેવો જરૂરી છે સાથે સમયસર ડોક્ટર્સની સલાહ તેમજ સારવાર લેતા અને કોવિડના નિયમોનું પાલન કરતા આપણે બધા કોરોનાને હરાવી શકીએ છીએ. (શૈલીબેન વાંસિયા દ્વારા બારડોલી)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application