આગામી તારીખ 21મી જુનનાં રોજ નર્મદા જિલ્લાનાં આઈકોનિક પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર અને ઈનરેકા સંસ્થાન દેડિયાપાડા ખાતે થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ બેઠક યોજીને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
જિલ્લા કલેક્ટરએ યોગ દિવસ નિમિત્તે તમામ વ્યવસ્થાઓ, તૈયારીઓને આયોજનબદ્ધ કરવા તેમજ યોગ દિવસની ઉજવણી પૂર્વ રાજપીપલા નગર સહિત જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, જિલ્લા પંચાયતના તમામ વિભાગો, સ્વૈચ્છિક-સામાજિક સંસ્થાઓના આગેવાનોની ઉમળકા ભેર ભાગીદારી સુનિશ્ચિત કરીને યોગ શિબિરોનું આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિશ્વ યોગ દિવસની ઉવજણી પહેલા જિલ્લામાં યોગ પ્રશિક્ષકો દ્વારા ઠેર-ઠેર યોગની તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે. ભારત દેશની પરંપરાગત યોગ વિદ્યાને આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વૈશ્વિક માન્યતા અપાવી છે. યોગ માત્ર કસરત નથી. આજની વ્યસ્ત જીવનશૈલીમાં શારીરિક-માનસિક તંદુરસ્તી માટે યોગ ખુબ જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500