ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 18 દિવસ બાકી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પક્ષોએ તેમના મોટાભાગની બેઠક પરના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે હવે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ જગ જાહેર છે અને ટીકીટોને લઈને નારાજગી સામે આવી રહી છે. ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાન માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ હજુ પણ અમુક બેઠકો પર નામ જાહેર કરવામાં મૂંઝવણમાં છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલેથી જ કોંગ્રેસ સુસ્ત નજર આવી રહી છે. આ દરમિયાન હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી પુરી થયા બાદ હવે કોંગ્રેસ જાગૃત અવસ્થામાં આવીને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમા કોંગ્રેસ દ્વારા આગામી 15 દિવસમાં 25 જેટલી રેલીઓ કરીશે અને 125 વિધાનસભા બેઠકો પર પ્રચાર કરશે.
આ રેલીઓમાં પાર્ટીના નેતા અને કાર્યકરો પણ ભાગ લેશે.ગુજરાત કોંગ્રેસના નજીકના અહેવાલ પ્રમાણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે આવશે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી તેમજ ભૂપેશ બધેલ સહીતના નેતાઓ પણ આવનાર ચૂંટણી માટે સભાઓ ગજવશે. ગુજરાતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખુબ જ આક્રમક રીતે પ્રચાર કર્યો હતો જેના લીધે કોંગ્રેસના ફાળે 99 બેઠકો મળી હતી. કોંગ્રેસનું સૌરાષ્ટ્રમાં પ્રદર્શન સારું રહ્યું હતું. આ વખતે પણ કોંગ્રેસ વધુ બેઠકો જીતવાની રણનીતિ ઘડી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500