Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા પણ સતત પંદર દિવસો સુધી "મારૂ ગામ, કોરોના મુક્ત ગામ" અભિયાન યોજાશે

  • May 02, 2021 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ-૧ લી મે થી  ‘મારૂં ગામ, કોરોના મુકત ગામ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા ગ્રામીણ જનશક્તિના સહયોગ, અને જનજાગૃતિથી આગામી ૧પ દિવસ સુધી આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી ગુજરાતના પ્રત્યેક ગામને કોરોનામુકત ગામ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે, ત્યારે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના તમામે તમામ ગામોમા પણ આ અભિયાન સફળતાપૂર્વક પહોંચાડી, ડાંગને "કોરોના મુક્ત" કરવાની દિશામા કાર્યારંભ કરાયો છે, તેમ ડાંગ કલેકટર શ્રી એચ.કે વઢવાણિયા એ જણાવ્યુ છે. 

 

 

 

 

 

 

આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના તમામ ૩૧૧ ગામોમાં ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની એક એક કમિટિ બનાવી, તાલુકા/જિલ્લા વિકાસ અધિકારી, PHC, CHCના સહયોગથી ગ્રામજનોનુ ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી ગામડાઓમાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવાનુ સઘન આયોજન કરાશે.

 

 

 

 

 

 

દરમિયાન શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા પ્રાથમિક લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા સ્થાનિક અગ્રણીઓ, સેવાભાવી યુવાનોના સહયોગથી સ્થાનિક કક્ષાએ જ તેમને આઇસોલેશન સેન્ટર્સ, કોવિડ કેર સેન્ટરમા રાખી તેમના માટે રહેવા, જમવાની સુવિધા સાથે જરૂરી દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા પણ ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવુ સુચારુ આયોજન ગોઠવાશે. આ અભિયાન દરમિયાન સૌ ગ્રામજનો આ ૧પ દિવસો માટે ગામમાથી કોઇ બહાર ન જાય કે બહારની કોઇ વ્યક્તિ ગામમા આવે નહિ તેવી નાકાબંધી કરી, સરકારે જાહેર કરેલા નિયંત્રણો, નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે પણ સુનિશ્ચિત કરાશે, તેમ શ્રી વઢવાણિયા એ વધુમા જણાવ્યુ હતુ. 

 

 

 

 

 

 

મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, અને અન્ય વિભાગના કર્મીઓ દિનરાત જોયા વિના થાકયા, હાર્યા કે રોકાયા વગર કોરોના સામેની લડત લડી રહ્યા છે તેમને અભિનંદન આપતા કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ યુવાનો, અને ૪પ થી વધુ ઉંમરના લોકો ઝડપથી રસી મેળવી, કોરોના સામેની લડાઇમાં ભાગીદાર બને તેવી અપેક્ષા પણ આ તકે વ્યકત કરી હતી. 

 

 

 

 

 

 

 

 

‘મારા ગામમાં કોરોનાનુ સંક્રમણ ફેલાવા દેવુ જ નથી' તેવા ધ્યેય મંત્ર સાથે "મારૂ ગામ કોરોના/મુકત ગામ" અભિયાન તા.૧લી મે થી ૧પ દિવસ માટે યુદ્ધના ધોરણે ઉપાડી લેવાનુ પણ તેમને ગ્રામીણ જનશક્તિને આહવાન કર્યું છે.રાજ્ય કક્ષાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમા, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા/તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ, અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ, અધિકારીઓ સાથે "મારૂ ગામ કોરોના મુકત ગામ" અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application