નવા વર્ષની ઉજવણી માટે કૉર્ડેલિયા ક્રૂઝ જહાજથી ગોવા જનારા મુસાફરની મુશ્કેલી વધી ગઈ છે. જેમાં 2000 હજાર લોકોને લઈને જઈ રહેલુ આ જહાજ એક ક્રૂ સ્ટાફ કોરોનાથી સંક્રમિત છે. ક્રૂઝ પર રેન્ડમ થયેલા કોવિડ ટેસ્ટિંગમાં પોઝિટીવ કેસ મળવાથી હડકંપ મચી ગયો છે. ક્રૂઝ પર સવાર 2000થી વધારે મુસાફર અને ક્રૂ ના સમગ્ર સ્ટાફની તપાસ કરવામાં આવી રહી છે. જહાજ પર કોવિડ સંક્રમિત ક્રૂ સદસ્યને આઈસોલેટ કરી દેવાયા છે. અધિકારીઓએ આરટી-પીસીઆર ટેસ્ટનુ રિઝલ્ટ આવ્યા પહેલા કોઈને પણ જહાજમાંથી ઉતરવાની મનાઈ કરી છે. ક્રૂઝ વર્તમાનમાં મોરમુગાઓ પોર્ટ ક્રૂઝ ટર્મિનલની પાસે છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ક્રૂઝને ગોવામાં ઉભા રાખવાની અનુમતિ આપી નથી. ક્રૂ સદસ્ય એન્ટિજન તપાસમાં પોઝીટીવ આવ્યા છે. જોકે, હજુ સુધી માત્ર એક જ ક્રૂ સ્ટાફ સંક્રમિત આવ્યા છે અને બાકી તમામની કોરોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 11,877 નવા કેસ સામે આવ્યા જે એક દિવસ પહેલા આવેલા કેસમાંથી 2,707 વધારે છે અને સાથે જ ઓમિક્રોનના 50 કેસ સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે એક બુલેટિનમાં કહ્યુ કે, મહારાષ્ટ્રમાં નવ દર્દીઓના પણ મોત થયા અને આ સાથે જ મૃતકોની સંખ્યા 1,41,542 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં હવે 42,024 દર્દી સારવાર હેઠળ છે. સંક્રમણના 11,877 કેસમાંથી 7,792 કેસ મુંબઈથી સામે આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા અનુસાર સંક્રમણના 8,063 નવા કેસ આવ્યા. મુંબઈ વિસ્તારમાં સંક્રમણના 10,394 કેસ આવ્યા જે રાજ્યમાં સંક્રમણના કુલ કેસના લગભગ 90 ટકા છે.બીએમસીના આંકડા અનુસાર શહેરમાં તા.27મી ડિસેમ્બરે 809 કેસ આવ્યા હતા જેનો અર્થ છે કે, રવિવાર સુધી સંક્રમણના કેસમાં લગભગ 10 ગણી વૃદ્ધિ થઈ છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 9,170 નવા કેસ આવ્યા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શનિવારે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 10થી અધિક મંત્રી અને ઓછામાં ઓછા 20 ધારાસભ્ય સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્યમાં આવેલા ઓમિક્રોનના 50 કેસમાંથી 35 પૂણે મહાનગરપાલિકા વિસ્તાર, 8 પિંપરી ચિંચવડ મહાનગરપાલિકા, 2-2 કેસ પૂણે ગ્રામીણ અને સાંગલી તથા 1-1 કેસ મુંબઈ અને થાણેથી સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 510 કેસ આવી ચૂક્યા છે જેમાંથી 193 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500