જમ્મુ અને કાશ્મીરનાં બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે ભારે અથડામણ ચાલી રહી છે. સેનાના જવાનોએ કેટસુના વિસ્તારમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતા આતંકીઓ જંગલમાં ભાગી ગયા છે. હાલ મળતા અહેવાલો મુજબ જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે, તો બીજી તરફ બે જવાનો પણ ઘાયલ થયા છે. હાલ બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે.
મળતા અહેવાલો મુજબ, કેટસુના વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સેનાના જવાનોએ આખા વિસ્તારો ઘેરો કરી લીધો છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પછી આતંકવાદીઓ કેટસુન પાસેના જંગલમાં ભાગી જતા જવાનોએ તેમનો પીછો કરતી વખતે એક આતંકીને ઠાર કર્યો છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે, જેમાં બે જવાનો પણ ઘાયલ થયા છે. બીજી તરફ પોલીસે હંદવાડા વિસ્તારમાંથી આતંકવાદીઓને સાથ આપનાર આશિક હુસૈન વાનીની ધરપકડ કરી છે. પોલીસે વાની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝીન અને સાત જીવાત કારતુસ કબજે કર્યા છે. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ FIR નોંધી પૂછપરછ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500