Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીપડાનો આતંક : પાડીનો શિકાર કરતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો

  • November 24, 2022 

નર્મદાનાં તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. જેમાં રોઝાનાર ગામે રહેણાંક વિસ્તારમાં ઘર નજીક બાંધેલી અઢી વર્ષની પાડીનું દીપડાએ શિકાર કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બે દિવસ અગાવ વંઢ ગામે દીપડાએ પાડીનો શિકાર કર્યો હતો અને ફરી એકવાર રોઝાનાર ગામે દીપડાએ પાડીને શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે. મળતી માહિતી અનુસાર, તિલકવાડા તાલુકાના વંઢ રોઝાનાર ગમે દીપડાએ આતંક મચાવ્યો છે અને ત્રણ દિવસમાં બે પાડી ઉપર હુમલો કરી શિકાર બનાવ્યો છે.



જયારે વંઢ રોઝાનાર સહિત આસપાસનાં વિસ્તારોમાં મોટે ભાગે પશુપાલકો વસવાટ કરે છે. તેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. જેમાં રોઝાનાર ગામે એક ઘટના બની છે. આ ઘટનામાં રોઝાનાર ગામે રહેતા ભયલાલ મગનભાઈ બારીયા નામના પશુપાલકના જણાવ્યા મુજબ તેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તેઓ રાબેતા મુજબ ઘર નજીક અઢી વર્ષની પાડી બાંધી હતી અને રાત્રીના સમયગાળા દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરી અઢી વર્ષીય પાડીનું મારણ કરી ફાડી ખાધી હોવાનું જાણવા મળેલ છે.




જોકે હાલ બે દિવસ અગાવ વંઢ ગામે ઘર નજીક બાંધેલી પાડીને દીપડાએ શિકાર બનાવ્યો હતો. હવે ફરી એકવાર રોઝાનાર ગામે દીપડાએ પાડીને શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે. ગ્રામ્ય વિસ્તાર હોય રાત્રે ખેડૂતોની ખેતરમાં અવર જવર થતી હોય અને આવા જંગલી જાનવર ફરતા હોવાથી કોઈ અજુકતો બનાવ ન બને તે માટે વન વિભાગ તરફથી વહેલી તકે પાંજરું મૂકીને આ આતંક મચાવનાર જાનવરને ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application