તેલંગણાના મેદક જિલ્લામાં હૈદરાબાદના પરિવારનો ભયાનક અકસ્માત થયો છે, જેમાં ત્રણ યુવતીઓ સહિત સાત લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પણ થઈ છે. પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં બે લોકોના ઈજાના કારણે મોત થયા છે, જ્યારે અન્ય લોકોના કેનાલમાં ડુબી જવાના કારણે મોત થયા છે. વાહન ચાલક ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તેલંગણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ અકસ્માતની ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર પુરી પાડવા અને મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ડ્રાઈવર દ્વારા બેફામ રીતે કાર હંકારવામાં આવી હતી, જેના કારણે કાર પહેલા એક ઝાડ સાથે અથડાઈ અને પછી ત્યાંથી કેનાલમાં ખાબકી હતી. કારમાં સવાર લોકો શિવામપેટ મંડલના રહેવાસી હતા અને તેઓ એક પારિવારિક કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સબ-ઇન્સ્પેક્ટર સલ્લા શ્રીકાંતની આગેવાની હેઠળની એક ટીમ અને અન્ય લોકો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત્રે અકસ્માત થયો હોવાથી પોલીસ દ્વારા શરૂ કરાયેલા રાહત અને બચાવ કામગીરીમાં પણ અચડણો ઉભી થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500