નવસારીના સરપોર ગામના પ્રેમી યુગલે આંતરજ્ઞાતિય લગ્ન કરી લેતા ગતરોજ બે સમાજો વચ્ચે તનાવ સર્જાયો હતો. જેમાં કોળી સમાજના આગેવાન અને નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલની કારને નેશનલ હાઇવે નંબર 48 પર ખડસૂપા ઓવર બ્રિજ નજીક આંતરીને કેટલાક અજાણ્યા ઈસમોએ મુકેશ પટેલ તેમજ તેમના બે મિત્રોને માર મારી કોળી યુવાનને સમર્થન આપ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કારમાં તોડફોડ પણ કરી હતી. ઉશ્કેરાયેલા પૂર્વ વિભાગ કોળી સમાજના લોકો સરપોર ગામે ભેગા થયા હતા. જ્યાં વાતાવરણ તંગ થતાં અને કોઈકે કાંકરીચાળો કરતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં કોળી યુવાનો ઉપર જ લાઠીચાર્જ થયો હોવાના આક્ષેપો સાથે આજે નવસારી તાલુકા ભાજપ પ્રમુખ અને કોળી આગેવાન મુકેશ પટેલે ન્યાયની માંગણી કરી છે. સાથે જ હુમલો કરનારાને તાત્કાલિક પકડી લેવામાં આવે અને સમગ્ર મુદ્દે કોળી પટેલ સમાજને ન્યાય મળે એવી આશા સાથે લાગણી વ્યક્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application