Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા-માલેગામ માર્ગ પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા દ્રાક્ષ ભરેલ ટેમ્પો ખીણમાં ખાબકતા અકસ્માત

  • March 03, 2023 

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં આયસર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા દ્રાક્ષ ભરેલ ટેમ્પો ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો ગોઝારો વળાંકમાં નાસિકથી નડિયાદ જતો આઇસર ટેમ્પો સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાયા બાદ ટેમ્પો ફંગોળાઈ ખીણમાં ખાબક્યો હતો. જોકે ચાલકે ચાલુ વાહને કૂદી પડતા ચમત્કારિક બચાવ થવા સાથે દ્રાક્ષનો જથ્થો વેર વિખેર થતા માર્ગ ઉપરથી પસાર થતા લોકોએ દ્રાક્ષની લૂંટ ચલાવતા ખેડૂતને આર્થિક નુકસાની ભોગવવાની નોબત ઉભી થઇ હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application