Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ હાઇવે પરથી ટેમ્પોમાં પ્લાસ્ટિકનાં વેસ્ટની આડમાં હજારો વિદેશી દારૂની બોટલો સાથે ટેમ્પો ચાલક ઝડપાયો

  • September 20, 2023 

વલસાડ હાઇવે ઉપરથી અતુલ પાવર હાઉસ સામેથી રૂરલ પોલીસની ટીમે ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પોમાં પ્લાસ્ટિકના વેસ્ટની આડમાં 3,168 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સુરત તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો વલસાડ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ભરાવી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશથી ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો અટકાવવા જિલ્લાના પેટ્રોલિંગ કરતી તમામ પોલીસની ટીમને સૂચના આપી હતી હતી.



જે સુચનના આધારે વલસાડ જિલ્લામાં પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમ્યાન વલસાડ રૂરલ પોલીસની ટીમને એક ટેમ્પામાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ટેમ્પો ચાલક વલસાડ હાઇવે થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે અતુલ પાવર હાઉસ સામે વાપી સુરત રોડ ઉપર બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી. જે દરમ્યાન અતુલ પાવર હાઉસ સામે બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પમાં પ્લાસ્ટીમ વેસ્ટની આડમાં 76 પેટીમાં 3,168 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક યુસુફ અહેમદ શેખની ધરપકડ કરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે 3,168 બોટલ વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 8.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવી આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application